________________
૧૮૮
સમ્રા, સંપ્રતિ છતાં કોઈ પણ તે કાર્ય પરિપૂર્ણ કરવામાં સફળ નીવડ્યું નહિ. દિવસે દિવસે દેહલાની ઈચ્છા તીવ્ર બનવા લાગી અને તેની પૂર્ણાહુતિના અભાવમાં મારુ શરીરે શેષાવા લાગી.
આ સમયે સંજોગવશાત એગ્ય પાત્રની શોધમાં નીકળેલ પરિવ્રાજક ચાણક્યનું ત્યાં આગમન થયું. તેના કાને દહલાની વાત આવી. તેણે દેહલે પૂરો કરી આપવાની ઈચ્છા તે સ્ત્રીના સ્વજનેને જણાવી, એટલે પરિવ્રાજકને માનપૂર્વક ગૃહે લઈ જવામાં આવ્યું.
પરિવ્રાજકની પૂર્વે અનેકના હાથે દહલાની પૂર્તિ ન થવાથી ચાણક્યને મેં માગ્યું દ્રવ્ય આપી સગર્ભા સ્ત્રીને દેહલો પૂર્ણ કરવા ગ્રામજનો તેમજ કુટુંબીઓએ વિનંતિ કરી. પંડિત ચાણક્યને ધનલોભ તે હતું જ નહી. તેને ભારતની રાજ્યસત્તા બિંબા રહિત રાજવી તરીકે પ્રતિનિધિઓ દ્વારા ચલાવવાની મહત્વાકાંક્ષા સાથે અપમાનને બદલે લેવાની તીવ્ર ઈચ્છા હતી, એટલે તેણે સહુના સાનંદાશ્ચર્ય વચ્ચે ધનભિક્ષાને બદલે પુત્રભિક્ષાની જ માગણી કરી.
દેહલા ઉપરથી બાળકનું શ્રેષ્ઠ કેટીનું સમ્રાટપદ લાયકનું ભાવી સમજાવી, મૌર્ય રાજ્યવંશની પુન: રાજ્યગાદીની પ્રાપ્તિના કલ્યાણુથે બાળકને પિતાના ઉત્તરસાધક તરીકે ભિક્ષામાં અર્પણ કરવાની ચાણયે માગણી મૂકી અને તેના કુટુંબીઓને યુક્તિપૂર્વક સમજાવ્યા બાદ તેની માગણીને સ્વીકાર કરવામાં આવ્યા.
દહલાના પાન માટે નજદિકમાં આવતી પૂર્ણિમાની રાત્રિ નક્કી કરવામાં આવી. માને નવરાવી સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરાવી ઘરના એક ઓરડામાં ખાટલા ઉપર રાત્રિના દ્વિતીય પ્રહરે બેસાડવામાં આવી. બીજી બાજુએ પંડિતજીએ સારામાં સારાં મધુર સ્વરોવાળ વાજીંત્રની તે સમયે ગોઠવણ કરી, અને જે સમયે આ ક્રિયા ચાલુ થાય તે સમયે વાજીને સારી રીતે વગાડવાની તેણે આજ્ઞા કરી. ત્રીજી બાજુએ એક ઉત્તરસાધકને તૈયાર કરી વેત (ચાંદીની) ત્રાસકમાં મઘમધિત મસાલાઓથી ભરપૂર સ્વાદિષ્ટ દૂધ ભરવામાં આવ્યું. આ સમયે પંડિત કઈ રીતે બાઈના દેહલાની પૂર્તિ કરે છે તે ક્રિયા જેવા નગરજને ને કુટુંબીઓ એકત્રિત થઈ ગયા.
પંડિત ચાણક્ય બરાબર મધ્ય રાત્રિના સમયે ઠંડા જળથી નાહી ભીનાં વસ્ત્ર સહિત જે ઓરડામાં બાઈને ખાટલા પર બેસાડવામાં આવી હતી તેના છાપરા પર ચઢ અને ચંદ્રબિંબ બરબર બાઈની સન્મુખ દષ્ટિગોચર થઈ શકે એવી રીતે છાપરા પરનાં બે નળીયાં ખસેડી લીધાં. બાદ મંત્રશાસ્ત્રના જાણકાર પરિવ્રાજક ચાણકયે મોટા સ્વરાએ ચંદ્ર-આવાહનને લગતું મંત્રસિદ્ધ સ્તોત્ર એક ધ્યાને બોલવું શરૂ કર્યું અને પંડિતજી બરોબર યોગાસન જમાવી છાપરા ઉપર ધ્યાનસ્થ થયા. ગ્રામ્યજન પંડિતજીના ઊંચ કેટીના મંત્રવિધાન-સ્તોત્રને સાંભળી આશ્ચર્યચક્તિ થયા. આ સમયે પંડિતજી ધ્યાનમાં એટલા તો તલ્લીન બની ગયા હતા કે તેમના રક્ષણાર્થે બે બ્રાહ્મણને ઠંડા પાણીએ નવરાવી તરત જ છાપરા પર મોકલવામાં આવ્યા, જેની પંડિતજીને ખબર પણ પડી નહી. લગભગ અર્ધા કલાકમાં તે આકાશમાં વિજળીના કડકડાટો થવા લાગ્યા અને જોત