________________
ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન
૧૭૯
પણ કુસંપ ફેલાયેા હતેા. જેએમાંથી ઘણા વિભાગ મગધ જેવી પ્રાચીન સંસ્કારી રાજ્યગાદીના લાક્તા જૈન રાજાઓના રાજ્યામલની વિરુદ્ધ મન્યે જતા હતા. મગધ રાજ્યના ખડીઓ રાજાએ એવી તક શેાધતા હતા કે જેથી તે યુદ્ધ સનાતનધી ક્ષત્રિય રાજકુળને મગધની રાજ્યગાદી ઉપર સ્થાપી શકે.
યુદ્ધના સામનાની ભય`કર તૈયારીઓ—
મહારાજા મહાનંદનાં ૩૦ વર્ષા મગધ સામ્રાજ્યની સીમા વધારવા પાછળ રણક્ષેત્રમાં ગયાં તેવી જ રીતે તે પછીનાં તેર વર્ષે પણ ભયંકર યુદ્ધસામગ્રી તૈયાર કરવા પાછળ ગયાં; કારણ કે ભારત ઉપર શાહ સીકંદરનુ ભયંકર આક્રમણ શરૂ થઈ ગયું હતુ અને પશ્ચિમ ભારતમાં તેણે રાજ્યની સ્થાપના પણ કરી હતી. જો આ સમયે લશ્કરી વ્યૂહરચના મહારાજા પદ્મનંદે ન કરી હાત તા જરૂર વિજેતા શાહુ સીકંદર પશ્ચિમ વિભાગથી ઉત્તર અને પૂર્વ સુધી પહોંચી જાત, કારણ કે તેણે પૂર્વ અને પશ્ચિમના પ્રદેશે। જીતવા ૫૦,૦૦૦ ના લશ્કરની યુદ્ધ સામગ્રી મગધ પર ચઢાઈ કરવા માટે તૈયાર કરી હતી, પરન્તુ ચઢાઈ કરતાં પહેલા તેણે પાતાના મિત્ર અનેલ મહારાજા પારસની સલાહ માગી, જેના નકારાત્મક જવાબ મહારાજા પારસે જણાવ્યેા.
પૈારસના સુખ દ્વારા મહારાજા મહાપદ્મની વીરતાભરી ને પ્રભાવશાળી વ્યૂહરચના સાંભળી શાહ સીક દરે મગધ સામ્રાજ્યના પશ્ચિમ તરફના એક પણ પ્રાંતની છેડતી કરવાનું માંડી વાળ્યુ. કારણ એમાં સંપૂર્ણ જોખમ હતુ. અને તેને ધાસ્તી લાગી કે રખેને પેાતાના હાથે જીતેલા પ્રદેશો પણ પાછા ખેંચાઇ જાય.
આ સંબંધમાં “સૈા સામ્રાજ્ય ”ના ઇતિહાસકાર જણાવે છે કે—
“ નિ:સન્દેહભરી હકીકત છે કે શાહ સીકંદરના આક્રમણ પહેલાં મગધ સામ્રાજ્ય પર રાજ્યકર્તા મહાપદ્મ નદ રાજાએ પેાતાની હકુમત ઘણા પ્રાંતા ઉપર જમાવી હતી, જેમાં પુરાણુાદિ ગ્રંથાથી પણ અમાને સમજાય છે કે આ મહાપદ્મ રાજાએ ઘણી જાતિ અને રાષ્ટ્રા પર વિજય મેળવ્યેા હતા. ’
જુએ પ્રેાફેસર મૈક્ષમૂલરની હીસ્ટ્રી ઑફ સ ંસ્કૃત લીટરેચ, અલ્હાબાદ એડીસન, પાનુ' ૧૪૩.
પુરાણામાં નદનું વર્ણન નીચે પ્રમાણે આવે છે:—
महापद्मनंदस्ततः शूद्रागर्भोद्भवोऽतिलुब्धोऽतिबलो महापद्मनन्द नामा परशुराम इवापरोऽखिलक्षत्रियान्तकारी भविष्यति । ततः प्रभृति शूद्रा भूपाला भविष्यन्ति । स च एकच्छत्रामनुल्लंघितशासनो महापद्मः पृथ्वीं भोक्ष्यति । વિષ્ણુપુળ IV; Ch. XXIV.