________________
૧૭૮
સમ્રાટ્ સંપ્રતિ
થવાના બદલે તેના શસ્રાને અંદર અંદર લડવામાં ઉપયોગ થયા, જેના લાભ શાહ સીકંદરે તુરત જ ઉઠાવી માલવ રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને દૂર દૂર સુધી માલવ પ્રજાના પીછે પકડી તેમને નસાડી મૂકયા. આ યુદ્ધમાં આ વીર લડવૈયાઓને પરાજીત કરતાં એક માલવી વીરપુત્રના હાથે શાહ સીકંદર સખત રીતે ઘવાયેા. તે સમયે તે કાતીલ ઘાના લીધે તાત્કાલિક મૃત્યુ ન પામતાં શાહ પાંચ વર્ષ સુધી ખીછાનાવશ રહ્યા અને અંતે ઘાના પરિણામે યુવાનવયે મૃત્યુને વશ થયા.
માલવ અને તક્ષક પ્રજા જો ઐકયતાના મળે શાહ સીકંદરનેા સામના કરવા સમર્થ થઇ હાત તા ઇતિહાસકારો લખે છે કે હૃ૦,૦૦૦ પાયદળ સૈન્ય, ૧૦,૦૦૦ ઘેાડેશ્વાર સેન્ચ અને ૬૦૦ રથારૂઢ સૈન્યના બળે શાહ સીક ંદરને હરાવવા આ વીર પ્રજા જરૂર સમર્થ થાત્.
શાહ સીકંદરના સમયમાં સિન્ધની રાયધાની અહાર નામના શહેરમાં હતી, જેના રાજાનું નામ મૂસિક્રેના હતું. આ રાજા પ્રરાક્રમી, વીર અને શક્તિવાન હતા. યુદ્ધ કર્યા વિના તેણે શાહ સીકંદરની આધિનતા સ્વીકારી નહી. એટલે શાહ સીકંદરને તેના ઉપર ચઢાઈ કરવી પડી. ભયંકર યુદ્ધમાં બન્ને બાજુના સૈન્યનેા ઘાણ નીકળ્યા પછી અંતમાં સિન્ધ નરેશ પરાજીત થયા, અને આખરે સિન્ધ પ્રાન્ત પણુ શાહ સીક ંદરના હાથમાં ચાલ્યા ગયા.
આ પ્રમાણે જેલમ નદીથી સિન્ધ પ્રાન્ત સુધી વિજયી બનતા શાહ સીકંદર સમુદ્ર તટ સુધી પહાંચી ગયા. સમુદ્ર કિનારે પહોંચ્યા પછી તેણે પેાતાની સેનાના એ વિભાગ કરી ન્યાસ નામના સેનાપતિને જલમાગે ઇરાન પહોંચવાની આજ્ઞા કરી, અને સ્વયં પેાતે ઘાયલ થયેલ હાવા છતાં બલુચિસ્તાન અને મકરાનાના જંગલામાં થતા સ્થળમાગે ઇરાન પહેાંચ્યા. સ્થળમાના રસ્તામાં શાહ અને તેના લશ્કરને નાનાવિધ દુઃખા સહન કરવાં પડ્યાં હતાં. ઇરાન પહોંચ્યા પછી શાહ સીકંદર પેાતાના જીતેલા ભારતીય પ્રદેશને ફ્રીથી જોવા ન પામ્યા, અને લગભગ ઇ. સ. પૂર્વે ૩૨૩ માં મૃત્યુ વશ થયેા.
શાહ સીકંદરે ભારતની ચઢાઈમાં વીર રાજવીને છાજે તેવી રીતનું નીતિમય વન અહુધાયે દાખવ્યું હતુ. તેની સાથે આ કાળની ભારતીય પ્રજા પણ ભીરુ ન હતી. માત્ર ફાટફૂટ અને આંતિરક કુસ'પના કારણે જ આ સમય ભારતી પ્રજાની અધોગતિ થઇ હતી.
ભારતીય પ્રજાએ અનેક સ્થળોએ સીક ંદર શાહના વીરતાપૂર્વક સામના કર્યા હતા. ખાજપક્ષીની ગતિની જેમ ચાલતાં સીક ંદરને હિન્દુકુશથી સિન્ધ સુધીના નજદિક પ્રદેશેામાં જતાં દસ માસ થયા હતા. સિન્ધથી ભ્યાસ સુધી સેાળ મહિના લાગ્યા હતા. આ ઉપરથી ભારતીય વીર પ્રજાની ગૈારવશાળી શક્તિનું આપણને ભાન થાય છે.
યુવાન વિજેતાના આક્રમણના કારણે પશ્ચિમેત્તર ભારતની નૈતિક રાજ્યસ્થિતિમાં સારું પરિવર્તન થયું હતું. તેવી જ રીતે ઉત્તરર્હિંદમાં પણ મગધ સામ્રાજ્યના ખેડીઆ રાજાઓમાં