________________
૧૬૮
સમ્રામ્ સંપતિ મેન્ટરી પદ્ધતિ પ્રમાણે પ્રતિનિધિઓ દ્વારા ચાલતું હોવાના અંગે આ વિલાસી અને મદાંધી રાજવીઓ સામ્રાજ્યને ભારે થઈ પડ્યા. બાર વષીય ભયંકર દુકાળના સમયમાં રાજ્ય ખજાનાને ઉપગ આ પૂર્વેના રાજાઓએ મગધની પ્રજાના રક્ષણાથે ચાલુ કર્યો હતો તેના બદલે આ રાજાઓએ તેને દુરુપયોગ કરી, પ્રજાકલ્યાણનાં દરેક કાર્યો જેવાં કે સદાવ્રતે, ભેજનાલય, અન્નક્ષેત્ર તથા ધર્મશાળા અને પાકી સડકે બાંધવાના કાર્યો બંધ કરાવ્યાં હતાં. આથી તેમની લોકપ્રિયતા તદ્દન ઓછી થઈ એટલું જ નહિ પણ તેઓને રાજ્ય ઉપરથી ફરજીઆત ઉઠાડી મૂકવાનું સાહસ પ્રજાએ કર્યું હતું એમ સમજાય છે. ઐતિહાસિક બ્રમણને નિરાસ–
સુજ્ઞ વાચક આ કાળમાં એટલે વીરનિર્વાણ ૧૫૫ થી ૧૬૦ સુધીમાં ભયંકર દુકાળ સિવાય નંદવંશી રાજ્યસત્તામાં પરિવર્તન થઈ અન્ય ગ્રંથકારોના જણાવ્યા મુજબ માર્યવંશી રાજા ચંદ્રગુપ્તના રાજ્યની સ્થાપના થઈ હોત, અથવા તો શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી શ્રવણબેલગોલ (મૈસુર) મુકામે બાર હજાર સંઘ સમુદાય સાથે ગયા હોત તો પાટલિપુત્રની સૂત્ર વાચના વી.નિ. ૧૬૦ માં થવાનું જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું છે તે તેમ જ નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા કયાંથી થઈ હતી ?
* જૈન કાળગણના ઔર વીરનિર્વાણુ સંવત ” ગ્રંથના કર્તા શ્રી કલ્યાણ વિજયજી મહારાજ પિતાના ગ્રંથમાં જણાવે છે કે શ્રવણબેલગોલ મુકામની બે પ્રતિમાઓ અને ત્યાંની ગુફાના શિલાલેખનો સારાંશ નીચે પ્રમાણે છે:
શ્રવણબેલગોલના ચંદ્રગિરિ પર્વતના એક શિલાલેખને અંગે વેતામ્બર જૈન સાહિત્યમાં કઈ પણ પ્રકારને ઉલ્લેખ નથી, તેમજ પ્રાચીન દિગમ્બર જૈન સાહિત્યમાં પણ સમર્થન નથી, છતાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના નામને અંગે શિલાલેખ કેરાયેલો છે જેમાં ચંદ્રગુપ્ત મહારાજા અને ભદ્રબાહુસ્વામી શ્રી ચંદ્રગિરિ પર્વત પર ગયાને ઉલેખ સાંપડે છે.
આ ચંદ્રગિરિ શિલાલેખ શક સંવત્ ૫૭૨ ના આસપાસ કોતરાવેલ સમજાય છે. તેનું અનુમાન સમજપૂર્વક કરવામાં આવે તે વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં ચંદ્રગુપ્ત નામના રાજા દિગમ્બર સમ્પ્રદાયના ભદ્રબાહુ નામના મુનિ પાસે દીક્ષિત શિષ્ય થયા હતા પરંતુ સાથોસાથ એ પણ ભૂલવા જેવું નથી કે આ લેખમાં ન તો ભદ્રબાહુને શ્રુતકેવળી તરીકે જણાવ્યા છે, ન તે ચંદ્રગુપ્તને મૈર્ય તરીકે જણવ્યો છે.
દિગંબર સાહિત્યમાં આના સંબંધમાં પ્રાચીન ઉલ્લેખ હરિસેનકૃત “બ્રહતકથાકેશ”માં પણ દેખાય છે, કે જે ગ્રંથ શક સંવત્ ૮૫૩ માં રચાયેલે સમજાય છે. તેમાં શ્રી ભદ્રબાહુના મુખથી દુભિક્ષ સંબંધી ભવિષ્યવાણ સાંભળી ઉજજૈનીના રાજા ચંદ્રગુપ્ત દીક્ષા લીધાને ઉલ્લેખ મળે છે, જેમાં ચંદ્રગુપ્તને “દશપૂર્વધર વિશાખાચાર્ય” ના નામથી સંઘના નાયક બનવાને ઉલેખ પણ મળી આવે છે.