________________
પ્રકરણ ૧૦ મું.
મહારાજા બૃહદર્થ અને સુદેવ અથવા નંદ ૭મે તથા ૮ મો. વિરનિર્વાણ ૧૬૧ થી ૧૬૭, ઈ. સ. પૂર્વ ૩૬૬ થી ૩૬૦ઃ ૬ વર્ષ. શ્રી ભદ્રબાહુસ્વામી યુગપ્રધાનપદે વીરનિર્વાણ ૧૫૬ થી ૧૭૦.
શ્રી સ્થૂલભદ્રજી દસ પૂર્વધર મુનિ તરિકે. મહારાજા બૃહદર્થ નંદ ૭ મે
મહારાજા ધનનંદ અથવા છઠ્ઠા નંદને પુત્ર ન હોવાથી મગધની ગાદી પર મહારાજા પાંચમા નંદને પુત્ર બૃહદર્શ ગાદીએ આવ્યા હતા.
આ મહારાજાના સમયમાં નંદ વંશના બે રાજપુત્રોએ આંધ અને મધ્યપ્રાંતમાં સ્વતંત્ર રાજ્યગાદી સ્થાપી હતી.
મહારાજા સુદેવ નંદ ૮ મો
આ મહારાજા સ્વર્ગસ્થ મહારાજા બૃહદાર્થને પુત્ર થતું હતું કે જે તેના મરણ પછી તરત જ ગાદીએ આવ્યું. તેનાથી આ સ્વતંત્ર થએલ પ્રાન્તો ઉપર હકુમત ચલાવવાનું અથવા તેમની સાથે યુદ્ધ કરી ઉપરોક્ત પ્રાંતે જીતવાનું સાહસ થઈ શક્યું નહિ. મગધ સામ્રાજ્યમાંથી બે મોટા પ્રાંતે છૂટા પડવાના કારણે વિદેહ, કાશી, કેશલ, અવન્તી અને ગંગા ઉપરના પ્રાંતમાં જ મગધનું સામ્રાજ્ય મર્યાદિત બન્યું હતું.
આ બન્ને રાજવીઓ માત્ર નામધારી રાજા તરીકે જ મગધ ઉપર રાજ્ય ચલાવી શક્યા હતા, કારણ કે મગધના પ્રજાજનેની વફાદારી આ બન્ને રાજવીઓ ઉપરથી ઓછી થઈ હતી. મગધ એ પ્રજાસત્તાક રાજ્ય તરીકે રાજા અને પ્રજાના હિતાર્થે પાર્લા