SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સમ્રા સંપ્રતિ, મહારાજા મહાનંદ સુધીના ત્રણે રાજવીઓએ સ્વાર્થોધ ન થતાં મગધની પ્રજાના કલ્યાણમાં પિતાનું કલ્યાણ માની સર્વોત્તમ રીતે ધનસંચય કર્યો હતે. ઉપરાછાપરી દુકાળે પડવા છતાં પણ પ્રજા આ મહાપુરુષોના રાજ્યકાળ સુધીમાં સંતેષી, સુખી અને રાજ્યને વફાદાર રહી હતી. આ કાળને વણિકવર્ગ કે જે જેનમહાજન તરીકે ગણાતું હતું તે સર્વ રીતે સુખી અને ધર્માત્મા હોવા ઉપરાંત જૈન સમાજનાં મુનિઓનું બહુમાન કરવામાં પિતાને કિંમતી ભેગ આપવામાં જરા પણ પાછી પાની કરતું ન હતું. રાષ્ટ્રધર્મ તરીકે જૈનધર્મ ભારતમાં પિતાની કીર્તિ વિશેષ વધારી હતી. . આ કાળે મગધના સામ્રાજ્ય પર રાજ્ય કરતા સમ્રાટ પણ જૈનધર્માનુરાગી અને ચૂસ્ત જેને કહેતાં પરમાર્હત્ શ્રાવકે બન્યા હતા, કે જેના ટેકા ને સહાયથી જૈનધર્મ સુંદર રીતે વિસ્તાર પામ્યો હતો. આ પ્રમાણે સુંદર રીતને રાજ્યવહીવટ ચલાવતાં વીરનિર્વાણ ૧૧૦ થી ૧૪૭ વર્ષ પર્યન્તનાં પિતાના ૩૭ વર્ષના રાજ્યામલમાં મહારાજા નંદે પિતાની કીર્તિ વીર રાજવી તરીકે વધારી હતી. વિરનિર્વાણ ૧૪૬ માં દશ પૂર્વધર શ્રી સ્થલભદ્રજીની દીક્ષાના કારણભૂત આ રાજા બન્યો હતે. જે કે જે થાય છે તે સારાને જ માટે પરંતુ “કેઈ શુભાશુભ યોગના કારણભૂત કાર્ય કર્તા માટે કીર્તિ સંપાદન કરનારું અથવા તેને અધોગતિએ લઈ જનારું બને છે. અહિં પણ એ જ પ્રમાણે બન્યું અને નંદવંશને પ્રભાવશાળી રાજ્યામલ મગધની પ્રજાને વફાદાર, વાવૃદ્ધ મંત્રીશ્વર શકહાલના મૃત્યુથી ભારે અકારે થઈ પડ્યો અને પ્રજા અને કારભારીવર્ગ અંદરખાનેથી ખાસ મગધની રાજ્યગાદી પરથી નંદવંશને ઉખેડવાના પ્રયત્નો શોધી કાઢવા આંતરિક મંત્રણાઓ કરવા પાછળ મ. મંત્રીશ્વર શકહાલના મૃત્યુ બાદ મહારાજા નંદે લગભગ દરબારમાં હાજરી આપવાનું બંધ કર્યું અને પંડિત વરરુચિના કાવત્રાં દ્વારા નિર્દોષ અમાત્યના પિતાના નિમિત્તે થએલ અવસાનથી તેને આત્મા અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. બાદ માત્ર એક જ વર્ષમાં મહારાજા નંદ એકદમ શેષાઈ ગયા અને તેને પણ દેહાંત થયે. આ સમયે વીરનિર્વાણની ૧૪૭ ની સાલ ચાલતી હતી, જે શ્રી સ્થૂલભદ્રજીની દીક્ષાનું પ્રથમ વર્ષ હતું. તેઓના ગુરુ સંભૂતિવિજય મગધમાં સુંદર રીતને જૈન ધર્મ પ્રચાર કરી રહ્યા હતા.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy