________________
પ્રકરણ ૬ ઠું
મહારાજા નંદ પાટલીપુત્રને સુવર્ણથી ભરપૂર બનાવે છે. નંદવંશના સ્થાપક મહારાજા નંદિવર્ધનને તથા મહારાજા નંદને પંજાબ અને સિંધ સુધીના પ્રદેશમાં ઈરાની સામ્રાજ્ય તરફથી થએલ બળવાને દાબી દેવા બળવાન લશ્કરી સામગ્રી સહિત જવાનું થયું હતું. સિન્હાવીર (વત્સ) અને અવંતી(માળવા)ની રાજ્યગાદીને મગધ સામ્રાજ્યમાં સમાવેશ થતો હતો કે જ્યાં મગધના સૂબાઓ અમાત્યપદે રહી, સમ્રાટની આજ્ઞાનુસાર રાજ્યવહીવટ ચલાવતા હતા.
સુજ્ઞ વાચક, અગાઉના ખંડમાં જણાવ્યા પ્રમાણે શ્રેણિક ગોપાળકુમારના ઉપનામથી સિન્ધ-સૈવીરના બેનાતટ નગરમાં લગભગ ૩ વર્ષ સુધી ઇદ્રદત્ત શેઠને ત્યાં રહ્યો હતો અને શેઠના ભંડારમાં નિરુપયોગી કાળી માટી તરીકે રહેલ તેજતરીના જથ્થાથી કરિયાણાના સાધારણ વેપારી ઈંદ્રદત્ત શેઠને કરોડોપતિ બનાવ્યાનું અને તેની જ પુત્રી સુનંદા સાથે લગ્ન કર્યાનું વૃત્તાંત આપણે વાંચી ગયા છીએ.
તેજંતુરી એટલે સિંધ અને પંજાબની ધરતી ઉપર કપાસ આદિ વસ્તુને પાક લgયા પછી કાળી માટીને સુવર્ણને થર દર વર્ષે જમીનમાંથી ઉપર તરી આવતો તે છે. આ તેજસુરીની પેદાશ સિન્ધસવીર અને પંજાબ વગેરે દેશોમાં આ સમયે અને ત્યાર પૂર્વે પૂરતા પ્રમાણમાં થતી હતી. તે જંતુરી એટલે કાળી માટીથી મિશ્ર થયેલ સુવર્ણની ભૂકી.
આ ભૂકીનું પૃથક્કરણ કરવાના જ્ઞાનથી ભારતવાસીઓ આ કાળે લગભગ અજાણ હતા, જેના અંગે પરદેશી શાહ સોદાગરા-સાર્થવાહ વહાણેનાં વહાણે ભરી બેન્નાતટ નગરથી આ તેજંતુરી લઈ જતા.
મગધથી માંડી સિન્હાવીર સુધીને વણિક વેપારીવર્ગ આ સુવર્ણમિશ્રિત કાળી માટીની પેદાશથી શ્રીમંત અને કોટ્યાધિપતિની ગણત્રીમાં આવ્યું હતું. ગરીબમાં ગરીબ