________________
૧ર૮
સમ્રાટ્ સંપ્રતિ
“ જે રાત્રિએ તીર્થંકર મહાવીરદેવ નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ અવન્તી(માળવા)માં રાજા પાલકના અભિષેક થયેા હતા.
નદાએ મગધની રાજ્યગાદી ઉપર ૧૫૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.
શ્રીમદ્ કલ્યાણુવિજયજી મહારાજે “ વીરનિર્વાણુ સંવત્ અને જૈનકાળગણના ” નામને ગ્રંથ રચ્યા છે. તેમાં પૃષ્ઠ ત્રીશ પર “ તિલ્થોથી પત્રય ' જે પાંચમી સદીની આસપાસમાં પાટલિપુત્રમાં રચવામાં આવ્યેા હતેા તેમાંથી કાળગણનાની ગાથાએ ઉષ્કૃત કરી છે જે ગાથાઓ નીચે પ્રમાણે છે.
" जं स्यणि सिद्धिगओ अरहा तित्थंकरो महावीरो । तं स्यणिमवंतिए अभिसित्तो पालओ राया
पालगरणो सट्ठी पुण पण्णसयं वियाणि णंदाणम् । रियाणं सट्ठियं पणतीसा पूसमिताणम् ( तस्स ) बलमित्त भाणुमित्ता सट्टा चत्ताय होंति नहसेणो । गद्दभसयमेगं पुण पडिवन्नो तो सगोराया
""
॥ ૬૨૦ ||
॥ ૨ ॥
॥ ૬૨૨ ॥
पंच य मासा पंच य वासा छच्चेव होंति वाससया । પરિનિજુગન્નઽરિહતો, તો ધ્વજો (ત્તિવનો) સોરાયા ॥ ૬૨૨ II”
અર્થાત્ જે રાત્રિએ અર્હન્ત મહાવીર તીર્થંકર નિર્વાણુ પામ્યા તે જ દિવસે અવન્તીમાં પાલક રાજાના રાજ્યાભિષેક થયા. ૬૦ વર્ષ પાલકના, ૧૫૦ વર્ષી નદાના, ૧૬૦ વર્ષ મોર્ચાનાં, ૩૫ વર્ષ પુષ્પમિત્રનાં, ૬૦ વર્ષ ખલમિત્ર અને ભાનુમિત્રના અને ૪૦ વર્ષ નભસેનનાં, ૧૦૦ વર્ષ ગભિલ્લાનાં વીત્યા બાદ શક રાજા શાલિવાહનનું શાસન ચાલ્યું હતું કે જ્યારથી શક સંવતની ઉત્પત્તિ થઇ હતી. અહિન્ત મહાવીરનિર્વાણુના ૬૦૫ વર્ષ અને પાંચ માસ વીત્યા બાદ શક રાજા ઉત્પન્ન થયા હતા.
આ ઐતિહાસિક ગ્રંથના લખાણ સમયે શક સંવત્ ૧૮૬૧ ચાલે છે, જેમાં ૬૦૫ ઉમેરતાં વીર નિર્વાણુ સંવત્ ૨૪૬૬ થાય છે કે જે સંવત્ કાળગણનાની ગણત્રી સાથે બરાબર મળતા આવે છે. તેવી જ રીતે અત્યારે વિક્રમ સંવત ૧૯૯૬ ચાલુ છે, તેમાં ૪૭૦ વર્ષ મેળવતાં ૨૪૬૬ ની સંખ્યા પણ ખરાખર મળતી આવે છે.
શ્રી મેરુતુંગાચાર્ય ની રાજ્યકાળગણનામાં પણ વીરનિર્વાણુ અને વિક્રમાદિત્યના રાજ્યારાહુણ વચ્ચે પણ ૪૭૦ વર્ષનું અંતર જણાવેલું છે.