________________
ખંડ ૩ જો
--> ans —
પ્રકરણુ ૧ લુ.
મગધ સામ્રાજ્ય પર નંદવંશ.
આ વંશમાં નવ રાજાએ થયા છે, જેઓના રાજ્યામલ શિશુનાગવંશી નંદરાજાએ તરીકે તેમની વીરતાને અ ંગે મગધની કીર્તિ વધારનારા અને ગારવશાળી બન્યા હતા. આ રાજ્યવ’શની સ્થાપના શુદ્ધ જાતિના રાજાથી થઈ હતી. પ્રથમ નોંદ રાજા હુંજામ-પુત્ર હતા. તેનેા જન્મ એક ગુણિકાના ઉત્તરદ્વારા થયા હતા. ભાગ્યાનુયાગે તેને મગધની રાજ્યગાદી અજખ સંજોગામાં મળી હતી, જેના સવિસ્તર ઇતિહાસ હવે પછીનાં પ્રકરણમાં રજૂ કરશું. રાજ્યકાળગણના—
નવ
ખાદ્ધ, પૈારાણિક અને જૈન ગ્રંથ પ્રમાણે કાળગણના તપાસતાં નંદવંશના રાજાએના રાજ્યામલનાં વર્ષોની ગણત્રી અમેસતી થઇ શકતી નથી, છતાં આ નંદવંશી નવ રાજાઓએ મગધની રાજ્યગાદી ઉપર ૧૫૦ વર્ષ સુધી અમલ કર્યાના ઇતિહાસ વિધવિધ ગ્રંથા પરથી સાબિત થાય છે.
ભારતમાં માવંશની રાજ્યસ્થાપનાના કાળ ઈ. સ. પૂર્વે ૩૨૨ સમાન્ય રહ્યો છે, અને આ કાળગણનાને યુનિવર્સિટિ જેવી અગત્યની સંશાધક સંસ્થાએ પણ માન્ય રાખી, તેના આધારે ઐતિહાસિક શિક્ષણના કાર્સ પણ ચાલુ કર્યો છે.
જૈન કાળગણનાની દૃષ્ટિએ ગણત્રીના ઊંડાણમાં ઉતરતા કાળગણનાને અંગે શ્રી મેરુતુ ંગાચાર્યનાં રચેલાં ચાર પ્રાચીન લેાક મળી આવ્યા છે જે પૈકી એ લેાકમાં તેઓ નીચે પ્રમાણે જણાવે છે:—