________________
વી. નિ. ને કાળ નિશ્ચિત કરવાને અંગે લગભગ ૩૦ વર્ષોથી સંશોધકે તરફથી અથાગ પ્રયાસ થઈ રહ્યા છે જેમાં મુનિશ્રી જિનવિજયજીના કાળગણનાને લગતા લેખોએ તેમજ પટણના સુપ્રસિદ્ધ બેરીસ્ટર શ્રી. કે. પી. જાયસ્વાલ, ડે. હરમન જેકેબી અને મી. જાલં ચારપેન્ટીઅરે તેમજ અન્ય વિદ્વાનોએ અનેક જાતની દલીલો સાથે નિવેદન બહાર પાડ્યાં છે, જેને સૂક્ષ્મ અભ્યાસ અમોએ કર્યો છે. તેવી જ રીતે ડે. શાહની કાળગણના પરત્વે સૂક્ષ્મ અવલોકન કરવા છતાં અમારા હૃદયને સંતોષ થયો નહિ. એવામાં મુનિ શ્રી કલ્યાણવિજયજી મહારાજ વિરચિત “ વીર નિર્વાણુ સંવત અને જૈનકાળગણના ” નામનો ગ્રંથ અમારા વાંચવામાં આવ્યો, તેમાં વર્ણવેલ કાળગણના અને નિવેદને ઘણું જ પ્રમાણભૂત જણાયાં, એટલે આ કાળગણનાને મંજૂર રાખી તેનાજ આધારે વસ્તુસ્થિતિની રજુઆત કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રિન્સીપાલ પંડિત સુખલાલજી તેમજ અનેક વિદ્વાન સંશોધકોએ પણ આ કાળગણનાને મંજૂર રાખેલ છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે “ પરિશિષ્ટ પર્વ”માં વી. નિ. ૧૫૫ માં મૌર્યવંશી ચંદ્રગુપ્તને ગાદી મળ્યાનો ઉલ્લેખ કર્યો છે જે એક ખલન છે. આ ગણત્રીની દૃષ્ટિએ આગળ વધતાં પુષ્યમિત્ર, ખારવેલ, ગભીલ અને મહારાજા વિક્રમના રાજ્ય સાથે તેને મેળ ખાતા નથી. સાચો આંક વી. નિ. ૨૧૦ નો છે અને તેને સત્ય પૂરવાર કરવા અમોએ આ પુસ્તકના આઠમા ખંડમાં પ્રયત્ન કર્યો છે.
આ ઉપરાંત ગર્દભીલ્લોના ૧૫૨ કે ૧૦૦? તેમજ નંદવંશના ૧૦૦ કે ૧૫૦ ? તે બાબત પર વિવેચન કરી ગણત્રીને મતભેદ દૂર કરવા પ્રયત્ન કર્યો છે. અમારી ગણત્રીને ઇતિહાસવેત્તાઓને પણ ટકે છે અને આ દૃષ્ટિએ વિચારતાં કઈ સ્થળે અટકવાનો પ્રસંગે ઉપસ્થિત થતો નથી. જેમ સરોવરમાં ફેંકેલ એક નાનો કાંકરો અસંખ્ય વમળ-કુંડાળાઓ ઉત્પન્ન કરે તેમ આ વી. નિ. ૧૫૫ ની સંખ્યાએ ઈતિહાસસાગરમાં અનેક વમળો ઉત્પન્ન કર્યા છે; પણ આ સંબંધે મહેનત કરી અને એ પ્રમાણભૂત હ
થી અમે એ પ્રમાણભૂત હકીકત આ પુસ્તકમાં આમેજ કરી છે, જે વાંચવાથી વાચકને સ્વતઃ સમજાઈ જશે. આવી જ રીતે કાલકાચાર્યના નામે જે ગુંચવાડાઓ થવા પામ્યા છે તે માટે પણ અમોએ કાલકાચાર્યનો જીદે જાદો સમય તારવી બતાવ્યો છે.
કાળગણનાની આવી ભૂલને કારણે કેટલીક વ્યક્તિઓએ એવી પ્રરૂપણું ને પ્રચાર કરવા માંડે કે સમા સંપ્રતિ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ જ નથી. તેનું જ્યારે અસ્તિત્વ જ ન હતું ત્યારે તેમણે સવાક્રોડ જિનબિંબ કરાવ્યા, સવાલાખ જેન મંદિર બંધાવી ભારતને જૈનમંદિરમય બનાવ્યું તે કહેવું તે માત્ર આકાશના પુષ્પ તેડવા જેવી હકીક્ત છે. ધીમે ધીમે આ જાતના પ્રચારે સક્રિય રૂ૫ લીધું અને “મુંબઈ સમાચાર” માં આ સંબંધે લેખ પ્રગટ થવા લાગ્યા. સામાન્ય રીતે મને ઇતિહાસના અભ્યાસનો શોખ છે. મારા વાચનને પરિણામે મને માલૂમ પડયું કે સમાદ્ર સંપ્રતિ સંબંધી જે ચર્ચા ચાલી રહી છે તે ખેતી અને જનતાને અવળે માર્ગે દોરનારી છે. સમાઢ સંપ્રતિનું અસ્તિત્વ સિદ્ધ ન થાય તે જૈન સાહિત્ય તેમજ મૂર્તિપૂજાની પ્રાચીનતાની સિદ્ધિના આડે એક અંધારમય એવો તે પડદો ઊભો થાય કે જેના આધારે મૂર્તિપૂજા આધુનિક ઠરે. આ વાત મને અસહ્ય જણાઈ અને મેં મારા મિત્રો તથા સલાહકારો વચ્ચે આ વાત ચર્ચા. તેઓએ મને સત્ય વસ્તુનું પ્રતિપાદન કરવા પ્રેરણા કરી અને પરિણામે મેં પણ “ મુંબઈ સમાચાર ” માં લેખમાળા શરૂ કરી. જેમ જેમ મારા લેખાંક બહાર પડતા ગયા તેમ તેમ લેકની જિજ્ઞાસા વધતી આવી. આ પ્રમાણે મારા પાંચ-છ લેખાંકે બહાર પડ્યા તેવામાં તે વર્તમાન યુરોપીય યાદવાસ્થળીને કારણે “ મુંબઈ સમાચાર ” પત્રે પિતાના