________________
૧૦
ઇતિહાસનું કાર્યં સત્ય વસ્તુસ્થિતિ રજૂ કરવાનુ છે. સાચા ઇતિહાસ એ જ સાચુ' જીવન છે. પક્ષપાત એ ઇતિહાસનેા કટ્ટો શત્રુ છે. જેને જગતમાં સગૌરવ જીવવુ' છે, ઉન્નતિ સાધવી છે, પ્રગતિના પ ંથે પ્રયાણ કરવું છે. તેને ઇતિહાસનું જ્ઞાન હૈ।વું જ જોઇએ-તેને શૃંખલાબદ્ધ ઇતિહાસ સિવાય પળવાર પણ ચાલી શકવાનુ નથી.
કાઈ કહેશે કે ઇતિહાસ એ તા ભૂતકાળની વસ્તુ છે, વંમાનમાં તેનાથી શું લાભ ? તેમજ ભૂતકાળના ઇતિહાસ યાદ કરવાથી પણ શું વળે ? પણ આમ કહેનાર ભૂલને પાત્ર છે. ઇતિહાસથી અનભિજ્ઞ રહીને કાપણુ જાતિ પેાતાની પૂર્વાવસ્થા તેમજ સાંપ્રતકાલીન વસ્તુના મુકાબલા કરી શકતી નથી. ઇતિહાસના અભ્યાસથી વિધવિધ દૃષ્ટિબિંદુએ સમજાય છે અને તેના અભ્યાસદ્દારા નિષ્પન્ન થતાં વિચારાવડે રહેણીકહેણી અને આચરણ ઘડાય છે. જે જે જાતિએ તેમ જ ધમે` પેાતાની ઉન્નતિ સાધી છે તેનું બારીકાઈથી પૃથક્કરણ કરવામાં આવશે તે માલૂમ પડશે કે તે તે જાતિએ તેમ જ ધમે ઇતિહાસદ્દારા પોતાના પૂર્વાંજોનું સર્વાંગ્રાહી જ્ઞાન સંપાદન કરી, તેના રાહે ચાલી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. ઇતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હૈાવા સાથે શ્રદ્ધા હાવી એ પણ એક અતિ અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા એક વસ્તુ છે, ઇતિહાસ ખીજી વસ્તુ છે. ઉભયને પરસ્પર પુષ્કળ સંબંધ છે. ખરી રીતે કહીએ તે તિહાસ એ :શ્રદ્ધાના દીપક છે. આ પુસ્તકમાં ઉભયને મેળ સધાયા છે એટલે આ ગ્રંથ ખરી રીતે તા વિશુદ્ધ અને વિશેષ આદરણીય બન્યા છે.
વિશ્વભરના કાઈપણ સાહિત્યના મુકાબલે જેને સાહિત્ય અથાગ અને સર્વશ્રેષ્ઠ છે. એક રીતે જૈન સાહિત્યને સાહિત્યસાગર કહીએ તે પણ ખાટું નથી. જૈન સાહિત્ય ચાર વિભાગમાં વહેંચાયેલુ છે. ( ૧ ) દ્રવ્યાનુયાગ, ( ૨ ) ચરણકરણાનુયોગ, ( ૩ ) ગણિતાનુયાગ અને ( ૪ ) કથાનુયાગ. આ ચારે વિભાગે પૈકી કથાનુયાગનું સાહિત્ય અપરિમિત છે. આમ સાહિત્ય તા ઘણું છે પણ આધુનિક ઢબે જે ઇતિહાસેા બહાર પડે છે અને જનતાની જે જાતની રુચિ થઇ છે તેવું સાહિત્ય અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ઇતિહાસના અકાડા મુજબનું સાહિત્ય ન હેાવાને કારણે આપણા પ્રત્યે આક્ષેા થાય છે અને આપણા સિદ્ધાંતા શું છે ? આપણા જૈન રાજવીએએ કેવા કેવા ધાર્મિક કાર્યો ક" છે? તેનાથી પણ આધુનિક આમજનતા અજ્ઞાન રહેવા પામી છે. આ બાબતમાં કાંઇ પણ ઉપયેગી થવાના હેતુથી જ આ પુસ્તક-પ્રકાશન કરવા મેં પ્રયત્ન કર્યો છે.
આમ બનવાનું કારણ શું ? એ પરત્વે વિચાર કરતાં મને માલૂમ પડયુ કે જૈન ગ્ર ંથાના રચિયતા મેટે ભાગે જૈન શ્રમણા જ છે. તેઓ સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી નિરાળા જ રહેતા અને તેથી જે જે કંઇ ચરિત્ર-ગુથન તેઓએ કર્યુ છે તેમાં મુખ્ય વ્યક્તિઓની ધાર્મિક ભાવના, ધાર્મિક કાર્યા અને તી યાત્રાએ સબધી જ તેધ લીધી છે. તેના વ્યાવહારિક કે કૌટુમ્બિક સંબધા તરફ ઉપેક્ષાભાવ જ રાખ્યા છે. તેનું લક્ષ જગતકલ્યાણુનું હેાવાથી તેમજ ભવિષ્યકાળની પ્રજા તેમાંથી ઔપદેશિક મેધ ગ્રહણ કરે તે જ તેમનેા ઉદ્દેશ હોવાથી સાંસારિક સંબધાના વર્ણનને અભાવ જણાય તે સ્વાભાવિક અને કુદરતી જ છે. તેએ એટલા નિ:સ્પૃહ અને ખ્યાતિના મિથ્યા માહથી વેગળા હતા કે કેટલાક પૂર્વાંકાલિન શ્રમણાએ તા પુસ્તકના રચિયતા તરીકે પેાતાનું નામ પણુ દર્શાવ્યું નથી. કેટલાક ગ્રંથામાં રાજાઓના વૃત્તાંતા અને સાલવારી મળે છે તે ઉપરથી આંકડાઓના મેળ મેળવી આપણે ઇતિહાસ શૃંખલાબદ્ધ રીતે રજૂ કરી શકીએ તેમ છીએ પણ તેને માટે અથાગ પ્રયાસ અને ભાવના જોઈએ. આ દિશામાં અમારા પ્રયાસ ચાલુ હતા અને છે, જેના ફળસ્વરૂપે આ પુસ્તક પ્રગટ થવા પામ્યું છે.