________________
પ્રકરણ ૧૯ મું.
પટ્ટધરને પરિચય અને જૈન ધર્મનું અનાદિત્વ. પ્રભુ મહાવીર નિર્વાણના અંગે ઈતિહાસકાર માટે કાળગણનાને પ્રશ્ન મહત્વતાભર્યો ગણાય. આ વિષયમાં જે ઈતિહાસકાર ભૂલથાપ ખાઈ જાય તે આખાયે ઈતિહાસ પર વર્ષોની ફેરબદલીનાં આંકડાઓ આવે. જો કે એતિહાસિક બનેલ ઘટનાઓ ક્રમશ: પ્રમાણિક આવ્યા જ કરે.
ૌતમ બુદ્ધ અને પ્રભુ મહાવીર આ બંને મહાપુરુષ સમકાલીન અને પ્રતિસ્પધી સમાજની સાધુસંસ્થાના સંસ્થાપકે હતા, એ વાત પણ સિદ્ધ થયેલ છે.
કઈક ઈતિહાસકારે મૈતમ બુદ્ધનું નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૭૭ માં જણાવે છે. એવી જ રીતે તેની પશ્ચાત્ લગભગ ૧૦ વર્ષે પ્રભુ મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૬૭ માં જણાવે છે વળી કઈક ઈતિહાસકારે ઈ. સ. પૂર્વે ૪૮૦ જણાવે છે.
પરંતુ આ કાળગણનાને જેનગ્રંથે પૂરતે વિરોધ કરે છે. તેમાં જે સમાજના પ્રખર વિદ્વાન પૂર્વધર આચાર્યોએ પિતાની શાસ્ત્રોક્ત દલીલે પ્રમાણસર રજૂ કરી પ્રભુ મહાવીર નિર્વાણને કાળ ઈ. સ. પૂર્વે ૪૮૦ યા ૪૬૭ નહીં પરંતુ ઈ. સ. પૂર્વે પર૭ માં જ નિશ્ચયાત્મકપણે જણાવેલ છે, અને મહાત્મા ગાતમ બુદ્ધનું મૃત્યુ તેના પૂર્વે ૧૪ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસે થએલું દર્શાવ્યું છે. આ બાબતને ગ્રંથિક પુરાવો અને નીચે મુજબ રજૂ કરીએ છીએ. યુગપ્રધાન કાળગણના ઊકે “સ્થવિરાવલિ અથવા
યુગપ્રધાન પટ્ટાવલી. " પ્રભુ મહાવીર નિર્વાણ પછી ૬૦૫ વર્ષે શક સંવત્સરની સ્થાપના શાલિવાહને કરી