________________
૧૦૪
સમ્રાટું સંપ્રતિ માંસાહારના મારા દેહલાને પૂર્ણ કર્યો, અને ત્યારપછી જ મેં તને જન્મ આપે. તું જન્મે ત્યારે તારા પિતાને વેરી ધારી મેં તને તજી દીધો હતો, પરંતુ તારા પિતા પિતાના જીવિતવ્યની જેમ પાછો લઈ આવ્યા. તે સમયે કુકડીએ ચાંચ મારવાથી તારી એક આંગળી વિંધાઈ ગઈ હતી તે પાકી જવાથી અને તેની અંદર પર ઉત્પન્ન થવાથી તને અત્યંત પીડા થતી હતી. તે વખતે તારી એવી આંગળીને પણ તારા પિતા મુખમાં રાખતા અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી તને મીઠી નિદ્રા આવે.
અરે અશુભ ચારિત્રવાળા! આવી રીતે તને જે પિતાએ મહાન કષ્ટ ભોગવી લાલિતપાલિત કર્યો તેના બદલામાં તેને વૃદ્ધાવસ્થાએ કારાગ્રહવાસમાં તે નાખ્યા. આના કરતાં બીજો કયે અપકાર વિશેષ ગણનાપાત્ર હોઈ શકે? અવિચારી! તારા આ કૃત્યને દેવી દેવતાઓ પણ કદાપિ કાળે સાંખી ન લે.” આટલું જ કહેતાં મહારાણી ચિલણ રડી પડ્યાં.
ભાગ્યયોગે આ શબ્દો મહારાજા કેણિકને હદયસ્પશી થયા અને તરત જ અર્ધભેજન પૂરું ન કરતાં આચમન લઈ, ધાત્રીને પુત્ર સંપી, કેણિક પિતા સમીપે જઈ, તેને બંધનમુક્ત કરી, તેના ચરણમાં શિશ નમાવી, અકૃત્ય બદલ માફી માગવા તરત જ કારાગ્રહ તરફ દોડયા.
મહારાજા શ્રેણિક પાસે રાખેલ પહેરેગીરેએ ઉતાવળથી આવતા મહારાજા કેણિકને જેઈ નિશ્ચય કર્યો કે મહારાજા કેણિક જરૂર ક્રોધાવેશમાં આવે છે અને આ જ પ્રમાણે મહારાજા શ્રેણિકની પણ સમજ થઈ.
મહારાજા શ્રેણિકે ઉતાવળથી આવતા પુત્રને જોઈ મારે એના હાથે મરવું તેના કરતાં જાતે મરણને શરણ થવું યેય છે એમ સમજી તાત્કાલિક તાળપુટ નામનું વિષ જિવાના અગ્રભાગ પર મૂકી પિતાના પ્રાણ ત્યાગ કર્યો. કોણિક નજદિક આવ્યા ત્યાં તેણે પોતાના પિતાનું મૃત્યુ પામેલા જોયા. આ દશ્ય જોતાં જ તે અત્યંત વિલાપ કરવા લાગે અને બોલ્યા: “હે પિતાજી! મારા જેવા પાપીએ આપને બહુ હેરાન કર્યા છે.” તેણે અત્યંત પશ્ચાત્તાપ કર્યો પણ થયેલ વસ્તુમાં ફેરફાર થવાનું અશકય હતું. પિતાને ઘાતી બનવાથી, તેને હૃદયમાં શલ્ય જેવું દુઃખ થવા લાગ્યું. શેકના અતિ આવેગમાં તેણે પોતે પ્રાણત્યાગ કરવાને નિશ્ચય કર્યો.
કેણિકના મૃત્યુ પામવાના નિશ્ચયમાંથી સુજ્ઞ મંત્રીશ્વરેએ તેને રોક્યો. બાદ રાજયગ્રહી નગરીને ત્યાગ કરી ચંપકવૃક્ષની નીચે ચંપા નામે નગરી વસાવી ત્યાં રાજ્યગાદીની સ્થાપના કરી. આ બનાવ ઈ. સ. પૂર્વે આશરે પર૮ માં બનેલે સમજાય છે.