________________
શ્રેણિકને સ્વર્ગવાસ
૧૦૩
ચેડા મહારાજા બાર વ્રતધારી શ્રાવક હતા. તેઓ ફક્ત એક જ બાણું મારતાં અને તે કદી નિષ્ફળ ન જ જતું. કોણિક આ વૃત્તાંત બરાબર જાણતો હતો, એટલે તેણે પહેલેથી જ દેવસાનિધ્યદ્વારા વકવચ મેળવી લીધું હતું. પોતાનું શસ્ત્ર નિષ્ફળ જતાં ચેડા મહારાજાને અતીવ આશ્ચર્ય થવા સાથે તેમને તેમાં ભાવીને ગૂઢ સંકેત જણાય. તેમણે પિતાની નગરીમાં પાછા ફરી નગરીના દરવાજા બંધ કરાવ્યા. કેણિકે નગરીને ઘેરો ઘાલ્યો. બાર-બાર વર્ષનાં વહાણાં વાવા છતાં વૈશાલીને ગઢ અડગ અને અભેદ્ય રહ્યો. કેણિક મૂંઝવણમાં પડ્યો. છેવટે એક પતિત સાધુની સહાયથી વૈશાલીના મધ્ય ચોકમાં રહેલ શ્રી મુનિસુવ્રતસ્વામીને રતૂપ બેદી કઢાવ્યું અને તે સ્તૂપના દાણની સાથે જ વૈશાલીનું પતન થયું. મહારાજા ચેટકે એક વાવમાં ઊતરી જળસમાધિ લીધી, પણ ધરણે તેમને ઝીલી લઈ પોતાના ભવનમાં લઈ ગયા, જ્યાં આયુષ્ય પૂર્ણ થતાં તેઓ દેવલોકમાં ગયા.
કેણિકે વૈશાલી નગરીને કબજે લીધો. આ લડાઈને લગતું વર્ણન “કપીઆ” નામના આઠમા ઉપાંગ સૂત્રમાં સવિસ્તર રીતે આપવામાં આવ્યું છે, જેમાં દશ રાજ્યકુમારેએ પોતાના ઓરમાન ભાઈ કેણિક સાથે મળી કઈ રીતે બાર વરસ સુધી યુદ્ધ કર્યું હતું તથા તેઓ તે યુદ્ધમાં કઈ રીતે માર્યા ગયા તેને લગતો વૃતાંત પણ છે.
રાજ્યકુમાર હલ અને વિશ્વનો બચાવ કઈ દેવતાએ કર્યો, બાદ તેઓ બંનેએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું.
આ કાળે મહારાજા શ્રેણિકના કારાવાસને લગભગ બાર વર્ષ થઈ ગયાં હતાં છતાં કણિકે તેમને છૂટકારો કર્યો નહિ. મહારાણું ચિલણ કે જે મહારાજા કેણિકની માતા હતાં તેણે તેને ઘણી રીતે સમજાવ્યા છતાં તે માન્યો નહિ.
એક સમયે કેણિક ભજન કરવા બેઠા હતા ત્યારે એક બાળકુમારે અર્ધજન બાદ મહારાજા કેણિકની થાળીમાં મૂત્રત્સર્ગ કર્યો, એટલે ઘીની ધારાની જેમ તે મૂત્રધારા ભજન પર પડી. પુત્રના પિશાબના વેગને ભંગ ન થાય એવું ધારી કેણિકે પોતાને હાથ પણ હલા નહિ. પછી મૂત્રથી આદ્ધ થએલું અન્ન પિતાના હાથે દૂર કરી બાકીનું અન્ન તે જ થાળીમાંથી તે ખાવા લાગે. પુત્ર પ્રત્યેના પ્રેમથી તે ભેજન પણ તેને સુખદાયક લાગ્યું.
આ સમયે તેની માતા ચિલણા પાસે બેઠી હતી. કોણિકે તેને પૂછયું કેઃ “હે માતા ! કેઈને પોતાને પુત્ર આ પ્રિય છે, કે જેવો આ બાલક મને પ્રિય છે?”ચિલણ બોલી : “અરે પાપી ! રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં અત્યંત વહાલો હતો તે શું તું નથી જાણત? મને દુષ્ટ દેહદ થવાવડે તું જન્મ્યા હતા અને તેથી જ તું તારા પિતાનો વેરી થવાનું છે, એવું જાણું પતિના કલ્યાણની ઈચ્છાથી ગર્ભપાત કરવા સતીધર્માનુસારે મેં અનેક પ્રયત્ન કર્યો, અનેક જાતના ઔષધોનો ઉપયોગ કર્યો, છતાં બળવાન પુરુષોને સર્વે વસ્તુઓ પથ્થ થાય છે તેમ તારે માટે પણ બન્યું. તારા પિતાએ