________________
શંકા ઉઠાવવામાં આવી છે ત્યાં તમારા પ્રતિ સંબંધીને અતિશયેકિતભર્યા લખાણે ટકી શકશે નહિ, માટે તમે તમારા લેખકે માટે દિલગીરી દર્શાવી તમારું મંતવ્ય પાછું ખેંચી લ્યો અગર તે તમો અમારી ચેલેંજ સ્વીકારી લઈ તમારા મુદ્દાઓને પ્રમાણભૂત હકીકત સાથે સાબિત કરો. * * * * ”
તે સમયે તરત જ પ્રત્યુત્તરમાં મેં જણાવ્યું કે “સૂક્ષમ સંશોધન કર્યા પછી જ મેં લેખકે બહાર પાડ્યા છે અને હજુ પણ મારી પાસે તેને લગતી પુષ્કળ સામગ્રી છે. હું આપની ચેલેંજનો
સ્વીકાર કરું છું અને બનતા પ્રયત્ન પહેલામાં પહેલી તકે આ કાર્ય હાથ પર લઈ હું . આપને સમ્રાટ્ સંપ્રતિના અસ્તિત્વની સાબિતી કરી આપીશ.”
મારી ભાવના તેમજ ઝંખનાને આ રીતે આડક્તરે ટેકે મળે ને આ વાર્તાલાપના ફળસ્વરૂપે આ પુસ્તકની સંકલન કરવી પડી. મારા અભ્યાસપૂર્ણ લેખાંક દ્વારા આકર્ષાયેલા મુનિમહારાજેએ, વિદ્વાન વર્ગો તેમ જ મિત્રવર્ગે મને પ્રેરણા કરી અને પુસ્તક પ્રગટ કરવા સંબંધી મારે ઉત્સાહ વધ્યો. આ પુસ્તકના પ્રકાશન માટે નિમિત્તભૂત થએલ ભાઈશ્રી નાથાલાલભાઈને હું આ સ્થળે ઉપકાર માનું છું.
શ્રાવણુ કૃષ્ણા એકાદશી )
તા. ૨૯-૮-૧૯૪૦
-લેખક