________________
જ્જુ ર ણા.
ઇ, સ. ૧૯૩૮/૩૯ માં સમ્રાટ્ સંપ્રતિના અસ્તિત્વ સંબંધી શંકા દર્શાવતા લખાણેા પ્રગટ થવા લાગ્યા. ભારતને જૈન મ ંદિરમય બનાવનાર, સવા કરોડ જિનબિંએ કરાવનાર, ત્રણ ખંડના ભાક્તા સંપ્રતિ થયા જ નથી તેવી જાતની થતી પ્રરૂપણા મને સૂર્યપ્રકાશને અધકાર કહેવા જેવી જણાઇ. મારા અભ્યાસ અને પરિશીલનને પરિણામે મારું... એ મંતવ્ય દૃઢ થતું જતું હતું કે સમ્રાટ્ સંપ્રતિ જેટલા જૈન ધર્મના કોઇપણ રાજવીએ ઉદ્દાત કર્યા નથી. આવી બીનાને વિકૃત સ્વરૂપમાં રજૂ કરવામાં આવે અને ભેળા-ભદ્રિક વર્ગ ભુલાવામાં પડે ત મને મારી જાત માટે પણ અસહ્ય લાગ્યું. છતી શક્તિએ ઉપેક્ષા કરવી એ પણ અતિચારના એક પ્રકાર છે. તેમાં ય વળી આ તા શાસ્ત્રવિરુદ્ધની પ્રરૂપણાના પ્રચાર હેાવાથી મેં તે ભ્રામક ચર્ચાના પ્રતિકાર કરવા લેખાંકા પ્રગટ કરવા માંડયા, મારા પાંચ-છ લેખાંકાએ જનતામાં અપૂર્વ ચેતન પ્રગટાવ્યું અને મને પેાતાને પશુ મારી જહેમતના પરિણામે સફળતાનુ આશા-કિરણ દેખાવા માંડયુ તેવામાં આધુનિક યુરેાપીય યાદવાસ્થળીને કારણે જગ્યાના અભાવે પત્રકારાએ આવા ચર્ચાત્મક લેખા પ્રસિદ્ધ કરવાનું બંધ કર્યું... એટલે નિરુપાયે મારે મારી કલમને નિવૃત્તિ દેવી પડી. લેખાંકેા બંધ થયા છતાં, આ ચર્ચાને વેગવંત બનાવવા મારી ઝંખના ને ભાવના તેા સદૈવ જાગૃત રહ્યા કરતી હતી.
એકદા ‘સુબઇ સમાચાર ’ના “ જૈન ” ચર્ચાકાર શ્રીયુત સાકળચ'દ માણેકચંદ ઘડીયાળીને ત્યાં જવાનુ થયુ. ત્યાં આગળ સમ્રાટ્ સંપ્રતિ સંબધી જ ચર્ચા ચાલી રહી હતી. મે સમ્રાટ્ સ'પ્રતિના અસ્તિત્વનું પ્રતિપાદન કરવા માંડયું. ધીમે ધીમે વાર્તાલાપ આગળ ચાલતાં ભાઈશ્રી નાથાલાલ છગનલાલે મને જણાવ્યું કે—
જૈન સમાજના એક જવાબદાર લેખક તરીકે તમારે તમારા મંતવ્યની સાબિતી કરી આપવી પડશે. સમ્રાટ્ સંપ્રતિને લગતા તમારા નિવેદને વર્તમાન સાહિત્યકારાને અમાન્ય છે. ગેાકળદાસ નાનજીભાઈ ગાંધીદ્વારા લખાયેલી લેખમાળામાં સંપ્રતિના અસ્તિત્વની જ