________________
મહારાજા શ્રેણિક
સતીને પુત્ર કરતાં પતિ વહાલા હોય છે—
७७
નવ માસ પૂર્ણ થતાં ચિલણાએ પુત્રને જન્મ આપ્યા. તુરત જ ચિલણાએ દાસીને આજ્ઞા કરી કે—“ આ બાળક તેના પિતાના વેરી છે માટે એ પાપી પુત્રને કાઇ પણું દૂર સ્થળે લઇ જઈ ફૂંકી ઢો. ” દાસીએ અશાક વનની ભૂમિકામાં જઇ તેને મૂકયા જ્યાં તેનુ આયુષ્ય બળવાન હાવાના કારણે તે જીવતા રહ્યા.
,,
બાળકને મૂકીને આવતી દાસીની ગભરાટવાળી સ્થિતિને જોઇ રાજાએ તેને પૂછ્યુ કે–‘તું કયાં ગઇ હતી ? ’ ત્યારે તેણે જણાવ્યું કે-‘હું જન્મેલ પુત્રને અશાકવનમાં મૂકવા ગઇ હતી. ' તુરત જ રાજા અશેાકવનમાં ગયા અને પુત્રને અતિ પ્રીતિવડે લઇ લીધા. પછી રાજમહેલે આવી ચિલણાને કહ્યું–“ અરે એ કુલીન સ્ત્રી, આવું અકાર્ય તે કેમ કર્યું ? કે જે કાય ચંડાળા પણ ન કરે.” ચિલણા બેલી : “ હે નાથ ! આ પુત્રરૂપે તમારા વેરી છે; કારણ કે ગર્ભામાં આવતાં જ મને મહાપાપકારી દાહલેા ઉત્પન્ન થયા હતા, તેથી જ મેં જન્મ થતાં જ તેને ત્યજી દીધા છે. પતિનું કુશળ ઈચ્છનારી સ્ત્રીઓને પુત્ર હોય અને તે પતિના ઘાતક નીવડે તેવા હોય તે તે પુત્રને સતી સ્ત્રીએ તજી દેવા જોઇએ. આ પ્રમાણે સતીધર્મીમાં કહેલું છે. હે નાથ ! મેં આપની કુશળતાની ઈચ્છાથી જ આવેરી પુત્રને તજી દીધા હતા, કે જેને આપ પાછા લઈ આવ્યા.
,,
મહારાજાએ પુત્રના મુખનું દર્શન કરતાં તે ચંદ્રના જેવા દિવ્ય કાન્તિવાન દેખાયા. ખાળકુમારની ટચલી આંગળી અશાકવૃક્ષ નીચે કુકડીએ કરડી ખાધી હતી તેની અસા પીડાથી બાળક રુદન કરવા લાગ્યું ત્યારે બાળકની રુધિરયુક્ત આંગળીને રાજાએ સ્નેહવડે સુખમાં નાખી બાળકને રાતા બંધ કર્યાં. અનુક્રમે તે બાળકની આંગળી દિવસે દિવસે રૂજાઇ ગઇ, પરંતુ તે આંગળી ખુઠી રહી ગઇ જેથી તે બાળકનુ નામ ક્રુણિક ( મુઠી આંગળીવાળા ) પડ્યું, તેનું સાચું નામ તે મહારાજાએ અશાચદ્ર રાખ્યું હતું, કારણ કે અશાકવનમાંથી મહારાજા તેને લઇ આવ્યા હતા.
ત્યારપછી રાણી ચિલણાને હલ્લ અને વિધ નામે ખીજા બે પુત્રા થયા હતા. આ પ્રમાણે મહારાણી ચિલણા ત્રણ પુત્રની માતા થઈ. આ ત્રણે પુત્રા ભવ્ય મૂર્તિમાન અને પ્રભાવશાલી હતા, છતાં રાણી ચિલણા કેાણિક ઉપર મારિકાઇથી ખાસ ધ્યાન રાખતી હતી કે રખેને આ પુત્ર પેાતાના પતિના ઘાત ન કરે.
કાણિકે યાવનવય પ્રાપ્ત થતાં એક સમયે કાશલપતિ સામેના યુદ્ધમાં મહારાજા શ્રેણિકને તેણે વીરતાપૂર્વક સુંદર સહાય કરી હતી, જેના અંગે મગધની પલટાતી પરિસ્થિતિના રંગ રહ્યા હતા અને મહારાજા શ્રેણિક વિજયી બન્યા હતા. મહારાજા શ્રેણિકે કાશલપતિની સાથે સંધિ કરતાં ખાસ ધ્યાન રાખી તેના યુવરાજની પુત્રી પદ્માવતીને યુવરાજ કાણિક સાથે