________________
७६
સમ્રા સંપ્રતિ હું તારી ગર્ભપીડા દિવ્યશક્તિદ્વારા હરી લઉં છું, માટે તું સ્વસ્થ થા.” આટલું કહીને તેની વ્યથા હરીને દેવ સ્વસ્થાનકે ગયે.
ગર્ભસમય પૂર્ણ થતાં સુલસાએ બત્રીસ પુત્રને અનુક્રમે જન્મ આપ્યો. આ બત્રીશ પુત્ર અલગ અલગ ધાત્રીએથી લાલિત થતા હાથીનાં બચ્ચાંઓની જેમ મજબૂત બાંધાના અને શોભાયમાન થયા. ઉમ્મરલાયક થતાં તેઓને મહારાજા શ્રેણિકના અંગરક્ષક તરીકે રાખવામાં આવ્યા.
આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે સમાન આયુષવાળા બત્રીશ સારથીપુત્રનું મૃત્યુ પણ એકીસાથે વીરતાપૂર્વક મહારાજા શ્રેણિકની વફાદારીભરી નેકરી કરતાં થયું. મહારાજા શ્રેણિકની ઉમ્મર આ સમયે લગભગ ચાલીશ વર્ષની હતી.
ગર્ભવતી રાણુને વિચિત્ર દેહલ
મહારાજા શ્રેણિક સાથેનાં લગ્ન પછી રાણી ચિલણાને તુરત જ ગર્ભ રહ્યો. ગર્ભમાં આવનાર બાળક મહારાજા શ્રેણિકને પૂર્વજન્મને કઈ મહારી હેવાના કારણે તે મહારાજાશ્રીનો કટ્ટો દુશ્મન નીવડ્યો.
રાણ ચિલણા ઉપર મહારાજાને પ્રેમ અત્યંત હતો અને તેની મધુર વાણીથી મહારાજા તેના ઉપર પ્રસન્ન રહેતા. ગર્ભમાં બાળક લગભગ આઠ માસને થતાં રાણીને ભયંકર દેહલે ઉત્પન્ન થયે કે “મારે પતિનું માંસ ખાવું છે.” પતિભક્તિને અંગે ચિલણ તે દેહલો મહારાજાને કહી શકી નહી, તેમજ દેહલો પૂર્ણ ન થવાને અંગે શરીરે ક્ષીણ થવા લાગી. આ જોઈ સુજ્ઞ મહારાજાએ કારણ પૂછતાં તેણુએ દેહલાની હકીકત જણાવી, જે સાંભળી મહારાજા પણ ખેદયુક્ત બન્યા. તુરત જ મહારાજાએ અભયને બોલાવી આ દેહલો કેવી રીતે પૂર્ણ કરે તે માટે સલાહ માગી. કુમારે “સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ? તેવી યુક્તિ શોધી કાઢી. બાદ મરેલા સસલાનું માંસ મહારાજા શ્રેણિકના ઉદર ઉપર બાંધ્યું અને તેને ચર્મથી આચ્છાદિત કર્યું, જેની માહિતી રાણીને પડવા દીધી નહી. પછી મહારાજાને ચત્તા સુવાડ્યા. શ્રેણિકની આજ્ઞાથી ચિલણા રાક્ષસીની જેમ એકાંતમાં તે માંસ પેટ ઉપરથી તડી તેડીને ખાવા લાગી. અહીં મહારાજાશ્રીએ એ કૃત્રિમ પાઠ ભજવ્યા કે તે જોઈ પતિના દુઃખનું ચિંતવન કરતી ચિલણનું હૃદય કંપાયમાન થતું, પરંતુ ગર્ભમાં રહેલ મહારાજાને પૂર્વજન્મને કટ્ટો વેરી બાળક માંસભક્ષણના કારણે ચિલણને ઉલ્લાસમાં લાવી પિતાનું કાર્ય સિદ્ધ કરતે સમજાય.
આવી રીતે બુદ્ધિના પ્રયોગે ચિલણનો દેહલે પૂર્ણ તે થશે પરંતુ પછી ચિલણ પતિદેવને હણનારી હું મહાન પાપિણું .” એમ બોલતી બેલતી બેશુદ્ધ બની ગઈ. બાદ જ્યારે મહારાજાશ્રીના સ્વસ્થ શરીરનું તેને દર્શન કરાવવામાં આવ્યું ત્યારે તેણી હર્ષ પામી.