________________
૭૪
સમ્રાટું સંમતિ ઝડપી તેણીએ રાજ્યપુત્રી સુષ્ઠાને મહારાજા શ્રેણિકનું ચિત્ર બતાવી મોહાંધ કરી અને ગુપ્ત રીતે નાશી જવાનું કાવત્રુ રચ્યું. જ્યારે નાશી જવાનો સમય આવ્યો ત્યારે રાજ્યકુમારી સુષ્ઠાની નાની બહેન ચિલના પણ સાથે જ હતી. તેણે પણ ઉમરલાયક હતી. અભયકુમારે રાજ્યકુમારી સુષ્ઠાના મહેલના ઓરડા સુધી સુરંગ ખોદાવીને તે સુરંગનું એક દ્વાર નગરીના નાકે આવેલ એક મંદિર નજદિક એવી રીતે રાખ્યું કે વખતે દગો થાય તે તેને પહોંચી શકાય.
મહારાજા શ્રેણિકના સંતેષાથે કુમાર અભયે વૈશાલીના રાજ્યમહેલ સુધી રાજ-રમતની શેત્રંજ બરાબર ગોઠવી.
ગુપ્ત સુરંગનું કામ તૈયાર થતાં મહારાજા શ્રેણિકે પિતાના નાગ નામે વિશ્વાસુ રથી અને તેના બત્રીશ પ્રભાવશાલી કુમારો કે જેમાં મહારાજાના ખાસ અંગરક્ષક દેવદત્ત પુત્રો હતા તેમને સાથે લઈ થયેલ સંકેત મુજબ વૈશાલીમાં ગુપ્ત વેશે આવી ચઢ્યા. મહારાજા સુરંગને મુખ્ય દ્વારથી સુષ્ઠાના મહેલના દ્વાર સુધી પહોંચ્યા, અને અંગરક્ષકે તેમના રક્ષણ બરાબર સાવચેતીપૂર્વક ગોઠવાયા. સુષ્ઠાને બદલે ચિલણનું અપહરણ–
મહારાજા શ્રેણિકનું તૈલીચિત્ર જોતાં અને તેનું વૃત્તાન્ત દાસીના મુખથી સાંભળતાં રાજ્યકુમારી સુષ્ઠાથી અધિક રીતે રાજ્યકુમારી ચિલણ મહારાજા ઉપર મોહાંધ થઈ હતી, જેની માહિતી પણ તેની મોટી બહેનને ન હતી.
અહીં ચિલણએ બરાબર રાજ્ય રમત શરૂ કરી અને પિતાની મોટી બહેનને આબાદ હાથતાળી આપી. તેણી આ કટોકટીની પળે પિતાની બહેનની સાથે જ ફરવા લાગી. સુષ્ઠાને ગુપ્ત રીતે નાસી જવું હતું, એટલે ચિલણની હાજરી તેને ખુંચવા લાગી. પોતે કઈ ભૂલી ગઈ છે એમ બહાનું કાઢી તે મહેલમાં પાછી ફરી તેવામાં જેવું તે સુરંગનું દ્વાર સંકેત પ્રમાણે ખુલ્યું કે તુરત જ ચિલનાએ સાવધાનપણે મહારાજા શ્રેણિક પાછળ ચાલવા માંડ્યું અને જોતજોતામાં તેણી સુરંગ વટાવી મહારાજા શ્રેણિક સાથે રથમાં જઈ બેઠી.
રાજાએ સારથીને રથને પવનવેગે પિતાના નગર તરફ હંકારવા હુકમ કર્યો. સુજયેષ્ઠાએ કરેલ શેરબકોર--
બીજી બાજુએ સુકાને ચિલણાની ચાલાકીની માહિતી તુરત જ મળી જેથી તેણે રાજ્યમહેલમાં શોરબકોર કરી મૂક્યો અને “મહારાજા શ્રેણિક ચિલણાનું અપહરણ કરી ગયા” એવું જણાવ્યું. આ હકીક્ત સાંભળતાં રાજા ચેટક તુરત જ યુદ્ધ માટે તૈયાર થઈ સુરંગ મારફતે તેના મુખદ્વારે આવી પહોંચ્યું કે જ્યાં મહારાજાના બત્રીશ અંગરક્ષકો બહાર નિકળવાની તૈયારીમાં હતા. આ વીર અંગરક્ષક પોતાના પ્રાણની પરવા ન કરતાં