________________
પ્રકરણ ૧૧ મું.
મહારાજા શ્રેણિક, મહારાજાએ તરતમાં જ યુવરાજ અભયકુમારનાં લગ્ન પિતાની બહેન સુરસેનાની પુત્રી સાથે કર્યા હતાં. બાદ યુવરાજ અભયને મગધના મહાન્ અમાત્યનું પદ અર્પણ કરી, મગધ સામ્રાજ્યની વ્યવસ્થા માટે પાંચ સે પ્રધાનનું મહામંડળ બનાવ્યું હતું તેના અગ્રપદે સ્થાપ્યો, જેના યોગે સામ્રાજ્યની વ્યવસ્થા પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે બરાબર સુવ્યવસ્થિત રીતે ચાલી શકે.
યુવરાજ અભયના મગધ આવ્યા પૂર્વે એક વખત મહારાજા શ્રેણિકે વૈશાલીપતિ ચેટક મહારાજાની પુત્રી સુજ્યેષ્ઠાની માગણી કરી હતી, જેના જવાબમાં જણાવવામાં આવ્યું કે “હૈહ વંશની કન્યા તમારે વાહીકુળમાં ઉત્પન્ન થયેલ રાજા ઈચ્છે છે તે અગ્ય છે. સમાન કુળમાં જ વર-કન્યાને વિવાહ થવો જોઈએ.” આવા જવાબથી મહારાજા શ્રેણિકને દુઃખ થયું હતું. આ ઘટનાને બદલે લઈ પિતાના પિતાશ્રીને વૈશાલીની રાજ્યકન્યા પરણાવવાને અભયકુમારે નિશ્ચય કર્યો. ચિત્રપત્રદ્વારા સુજ્યેષ્ઠા કુંવરીને શ્રેણિકનું તૈલચિત્ર બતાવી મુગ્ધ કર્યા બાદ યુવરાજ અભયે એવી યુક્તિથી કામ લીધું કે વૈશાલીની પુત્રી સુજ્યેષ્ઠાના બદલે ચિલણનું અપહરણ થયું ને તેનાં લગ્ન મહારાજ શ્રેણિક સાથે થયાં જેને ઈતિહાસ નીચે મુજબ છે – રાજકુમાર અભયની પ્રપંચજાળી–
કુમાર અભયે ચિત્રકારને સંતોષી મહારાજા શ્રેણિકનું ચિત્ર સુંદર રીતે ચિત્રાવ્યું. બાદ તે ચિત્રને લઈ પોતે જ વૈશાલી ગયો અને એક વ્યાપારીના લેબાશમાં અંતઃપુરની નજદિકમાં દુકાન રાખી વ્યાપાર કરવા લાગે. વણિક-કળાથી તેણે બધી દાસીઓને પિતાને વશ કરી લીધી.
રાજ્યદરબારમાં બનતી રણવાસની ખટપટમાં હમેશાં અગ્રસ્થાન ભાગવતી દાસીઓએ આ પ્રપંચમાં–ષથંત્રમાં ભાગ લીધો. એક દાસીએ યુક્તિપૂર્વક આ કાર્ય કરવાનું બીડું
૧૦