________________
૭૨
સમ્રાટ્ સંપ્રતિ
પંદર પંદર વર્ષ સુધી નબાપા કરી મને લેાકેાનાં મહેણાં ખાતાં રાખ્યા ? બાપુ, ભલું થજે તે મારા મિત્રનુ કે જેણે મને નખાપાના ટાણા મારી મને પિતાની ભક્તિમાં હાજર કર્યાં. ’’
આટલું જ કહેતા કુમાર અભય ચેાધાર અશ્રુએ રડી પડયા. કુમારના નિખાલસતાભર્યા મીઠા શબ્દ–પ્રહારે મહારાજા શ્રેણિકની આંખમાંથી પણ ચૈાધાર અશ્રુ સરી પડ્યાં.
શ્રેણિક, સુન ંદા અને પુત્ર અભય રાજ્યના શણગારેલ હસ્તીની અંબાડી ઉપર બેસી રાજ્યમહેલમાં આવ્યા. કુમાર અભય જેવા બુદ્ધિશાળી પાટવીકુંવર ધરાવવા માટે મગધની પ્રજાએ કુમારના અને ` મહારાણીના ` નગરપ્રવેશેાત્સવ આનંદથી કર્યા. મહારાજાશ્રીએ મહારાણી સુન ંદાને અલગ રાજ્યમહેલ કાઢી આપી તેણીને પટરાણીપદે સ્થાપી. આ સમયે મહારાજાશ્રીની ઉંમર લગભગ ૩૫ વર્ષની હતી, જ્યારે મહારાણી સુનંદાની ઉમર લગભગ ૩૨ વર્ષની હતી.બાદ મહારાણી સુનંદાના સહવાસ અને પ્રતિમાધથી ધીમે ધીમે મહારાજા જૈનધર્મ પ્રત્યે વિશેષ અનુરાગી મનવા લાગ્યા.
P