________________
મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુનંદાને સમાગમ જવાબ આપ્યો. આટલા સંવાદ બાદ રાજ્યના બીજા કાર્યો પડતાં મૂકી મગધરાજ શ્રેણિક મહારાજ તુરત જ બાળક અભયકુમારની સાથે ઉધાનમાં જઈ પહોંચ્યા. મહારાણ સુનંદાને મેળાપ
બીજી બાજુ નગરમાં ગયેલ પુત્રની રાહ જોતી સુનંદાને પુત્રને પાછા ફરતાં વધારે સમય થવાથી ચિંતા થતી હતી એટલામાં તેણુએ દૂરથી મહારાજાશ્રી સાથે કુમારને આવતા દીઠે. “શું મારી આંખ તો મને છેતરતી તો નથી ને?” આટલા શબ્દો પૂરા કરે ત્યાર પહેલાં મહારાજા શ્રેણિક અભય સાથે ત્યાં આવી ઊભા રહ્યા. સુનંદા લાગણીવશ બની ગઈ. પરિજન તથા દાસદાસીઓની હાજરી ભૂલી મહારાણાશ્રીએ પંદર વર્ષે સુનંદાને હાથ ઝાલી લીધો અને બન્નેની આંખમાંથી અશ્રુપ્રવાહ સરી પડ્યા.
“કેણુ સુનંદા?” કેણુ ગોપાળકુમાર?”
સુનંદાના આટલા શબ્દો જ મગધરાજના મસ્તકને ભ્રમિત કરવા બસ હતા. તેને ભૂતકાળની મીઠી પળો યાદ આવી અને તેને એમજ થયું કે સતી સુનંદાના પ્રેમમાં ફરીથી ગોપાળ બની, સિંહાસનની સત્તાને બાજુએ મૂકી સદ્દભાગિનીના પવિત્ર અને નિર્મળ પ્રેમમાં હું નાણું
“વહાલી સર્વે ભૂલી જા. મારા આટલા જ શબ્દો તને બસ છે.”
“નાથ, આપ મારા માલીક છે. એ નાથ, આજે પંદર વર્ષે હું મને ભાગ્યશાલી માનું છું. એ મારા ઈશ! પરમાત્મા આપનું સદાય કલ્યાણ કરે !”
પણ વહાલી, આપણે પુત્ર ક્યાં ?”
શું તમારી પાછળ ઊભું છે તેને તમે ઓળખી શક્તા નથી?” આ તે મારા પુત્રને મિત્ર કે પુત્ર?
વહાલા પુત્ર અભય, તેં મને અત્યારસુધી કેમ છેતર્યો?” એમ કહી મહારાજે તેના મુખ ઉપર મીઠું ચુંબન કર્યું.
રાજન, મેં આપને છેતર્યા નથી. આપે મને અને મારી વહાલી માતાને છેતર્યા છે. મગધરાજ આજે હાથીની અંબાડીમાં હાલે, ત્યારે તેની સતી સ્ત્રી મહારાજાના નામની અહોનિશ માળા ફેરવી એક ગણ તરીકે તેનું રટન કર્યા કરે! આના કરતાં તે કઈ જાતની છેતરપીંડીભરી રાજ્યરમત સમજવી? પૂજ્ય પિતાશ્રી, પંદર વર્ષમાં અમને એક દિવસ તે યાદ કરવાં હતાં? વહાલા પિતા, તમારું એવું તે અમે શું બગાડ્યું હતું કે તેના કારણે