________________
મહારાજા શ્રેણિને અભયકુમાર તથા સુનંદાને સમાગમ
૬૭ તુરત જ તેને પૂર્ણ કરવા રાજ્યાધિકારીઓને આજ્ઞા કરી. સમસ્ત રાજમાં એક દિવસ અમારી પડહ વગડાવવામાં આવ્યું અને અલંકૃત સુનંદાને શણગારેલા હાથી ઉપર બેસાડી તેણીના હાથે ખૂબ દાન દેવરાવ્યું અને તેણીની મનવાંછના પૂર્ણ કરી.
આ પ્રમાણે દેહલો પૂર્ણ થયા બાદ સુનંદાએ પૂર્ણ માસ થતાં સુંદર સ્વરૂપવાન એક બાળકને જન્મ આપે, જેનું નામ દહલાના આધારે “અભયકુમાર” રાખવામાં આવ્યું. આ અભયકુમાર સાત-આઠ વર્ષનો થતાં તેના વિદ્યાભ્યાસ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રમાણે બાળકુમાર અભય લગભગ પંદર વર્ષનો થયો હશે તેવામાં એક દિવસ તે પોતાના મિત્રો સાથે શેત્રંજની રમત રમતો હતો ત્યારે તેના એક મિત્રે તેને “નબાપે” કહી તેનું અપમાન કર્યું. મિત્રનું આવું વચન સાંભળી આ ચપળ રાજ્યપુત્રને ઉપરોક્ત શબ્દ તીર-બાણ જેવા લાગ્યા ને તે હાડોહાડ કંપી ઊઠ્યો. તુરત જ પિતાની માતા પાસે આવી તેણે પિતાના અપમાનની હકીકત તેને કહી અને પૂછયું કે: “હે માતા! સાચું કહે, મારા જન્મદાતા પિતા કોણ છે?”
મનોમંથનના હજારે સાગરે જાણે તેફાને ન ચઢ્યા હોય તેવી રીતે માતા પુત્રના આ રીતના એચિંતા પ્રશ્નથી એકદમ હેબતાઈ ગઈ અને તેને ગોપાળકુમાર યાદ આવ્યા. પિતે મહારાજાશ્રીને જતી સમયે સંભળાવેલ સચોટ બધશબ્દ પણ યાદ આવ્યા. તે તુરતજ ગળગળી થઈ ગઈ ને પુત્રને છાતી સાથે દબાવતાં કહ્યું: “બેટા, તારે અને મારે પિતા બીજે કણ હોય? અત્યારે તે ફક્ત ઈશ્વરને જ આપણને સાક્ષાત્ આધાર છે. બેટા, તું એવા રાજ્યકુળને કીર્તિવંત પાટવીકુંવર છે કે જેને આજે સમસ્ત ભારત શિર ઝૂકાવે છે. તેના બદલે આજે તારે “નબાપા” તરીકેના શબ્દપ્રહારો સાંભળવા પડે છે, અને મહારાણી પદને લાયક એવી તારી જનેતા માને આજે પંદર પંદર વર્ષોથી છતાં પતિએ જોગણ બની, તપસ્વિની તરીકે પતિદેવની માળા અહોરાત્ર ફેરવી, અલંકાર રહિત રહી, માત્ર પતિદેવના દીર્ધાયુષ્યને ઈછી સતી ધર્મમાં અચળપણે ટેકવતી રહેવાને સમય આવ્યો છે.
બેટા અભય, તારા અત્યારના પ્રશ્ન મારી પૂર્વ સ્થિતિ સ્મરણપથમાં આવી છે. મારે કોઈપણ જાતનો દોષ ન હોવા છતાં ગર્ભવતી સ્થિતિમાં તારા પિતાશ્રી મને મૂકી ચાલી ગયાને આજ લગભગ ૧૫ વર્ષો થવા આવ્યાં છતાં તેમના તરફથી આપણને માનભેર તેડું પણ નથી. વહાલા અભય ! તારા પિતાશ્રીના સમાચારે મને હમેશાં સાંભળવા મળે છે. તેઓ રાણીવાસમાં અસંખ્ય રાણીઓના પ્રેમમાં પડી આપણને સદંતર ભૂલી વચનભંગ થયા છે. એટલું જ નહી પરંતુ તારા જે બુદ્ધિશાળી બાળક પણ તેમને યાદ નથી આવતા. અભય, આના કરતાં કર્મની ગતિને કયે વિચિત્ર પ્રસંગ સતી સ્ત્રી માટે પરીક્ષામય હોઈ શકે?”
“માતુશ્રી, આપ જે મહારાજાશ્રીનું વર્ણન કરી રહ્યા છે તે શું મહારાજા બિંબિસાર કે જેઓ અત્યારે મગધની રાજ્યગાદી દીપાવી રહ્યા છે તેને હું પુત્ર છું? વહાલી માતા,