________________
પ્રકરણ ૧૦ મું.
મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુનંદાને સમાગમ. રાણું સુનંદાને દેહલે ને પુત્રજન્મ
સુજ્ઞ વાચક, આપણે મહારાજા શ્રેણિકના ઈતિહાસમાં ઘણું ઊંડાણમાં ઊતરી ગયા, જેમાં મહારાણી સુનંદાને ઉલેખ કવચિત્ જોઈ શકયા તેમાં દોષ લેખકને નહી પરંતુ મહારાણીશ્રીનાં નસીબને જ છે.
મહારાજા શ્રેણિકને મગધની ગાદી પર આવે લગભગ ૧૫ વર્ષો વ્યતીત થઈ ગયાં હતાં છતાં આ પંદર વર્ષોમાં કોઈ દિવસ મહારાણી સુનંદાનું સ્મરણ મહારાજાશ્રીને થયું હોય એવું કઈ પણ ઠેકાણે જેવાયું નથી. સબબ રાજ્યગાદી ઉપર આવતાં વેંત જ મહારાજાશ્રીનાં લગ્ન મહારાણું ધારિણી સાથે થયાં હતાં. પછી તુરતજ અન્ય રાજ્યકન્યાઓ સાથે લગ્ન કરી મહારાજા શ્રેણિકે રાણીવાસ રાણીઓથી ભરપૂર બનાવ્યું હતું. આ રૂપવતી રાણીઓ અને તેમના પુત્ર પરિવારના વિસ્તારમાં તેમજ રાજ્યસાહ્યબીના એશ-આરામમાં મહારાજા શ્રેણિકને પિતાની પ્રથમ પરણેતર સુનંદા પાણીનું વિસ્મરણ થઈ ગયું હતું.
મહારાણી સુનંદાને માત્ર બે-ત્રણ મહિનાની ગર્ભવતી તરીકે મૂકી જનાર મહારાજા શ્રેણિકને તે સુનંદા યાદ ન આવી, પરંતુ સદ્દગુણ ને સંસ્કારી વણિકપુત્રી સુનંદા મહારાજા શ્રેણિક પાછળ ઘેલી બની. સતી સુનંદાને ગર્ભ લગભગ આઠ માસને થતાં તેને એવો દેહલે થયો કે-હું અમારી પડહો વગડાવું, હાથી ઉપર બેસી ગરીબોને દાન આપું અને અભયદાન આપી સેંકડો જીવને બચાવું. તુરત જ બીજે દિવસે સુનંદાએ દેહલે થયાની વાત પિતાની માતાને કહી. માતાએ ઈંદ્રદત્ત શેઠને કહ્યું. ઇંદ્રદત્ત શેઠે મહારાજાને વાત કરી અને સિંધ–સવીરના મહારાજાએ આ દેહલો ઊંચ કોટીના સભાગ્યસૂચક સમજી