________________
પ્રકરણ ૯ મુ.
વિશ્વવંદનીય વિભુ મહાવીર.
જે કાળે મહાત્મા બુદ્ધ, ઉત્તર અને પૂહિંદમાં પોતાના પંથની પુષ્ટિ કરી રહ્યા હતા તે જ સમયે ઉત્તર હિંદના ક્ષત્રિયકુંડગ્રામ નગરના સિદ્ધાર્થ રાજવીને ત્યાં ત્રિશલાદેવીની કુક્ષીથી જૈન ધર્મના ચાવીશમા ( અંતિમ) તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ ઇ. સ. પૂર્વે ૫૯ માં પ્રથમ ચૈત્ર શુદિ ૧૩ ને મંગળવારે, ઉત્તર ફાલ્ગુનની નક્ષત્રના ગતરાત્રિ ઘટિકા ૧૫, ને પળ ૨૨, મકર લગ્ન ચંદ્ર ડારામાં મહાત્મા બુદ્ધના જન્મ પછી લગભગ ૨૧ મા વર્ષે થયા હતા. પ્રભુ શ્રીવીર જન્મથી ત્રણ જ્ઞાન-મતિ, શ્રુત અને અવધિજ્ઞાન–યુક્ત હતા. તેમની જન્મકુંડલી નીચે પ્રમાણે હતી:—
१२ शुक
3 |
बुध, रवि
• •
गु
९ के
A
शनि
चंद्र ६
राहु ३
આ ક્ષત્રિયકુંડગ્રામ નગર પટનાની ઉત્તરે લગભગ ૨૦ માઇલ ઉ૫ર વૈશાલીની નદિકમાં આવેલ છે. આ મહાપુરુષની માતાનુ નામ ત્રિશલાદેવી અને પિતાનું નામ સિદ્ધા હતુ. પ્રભુ મહાવીરનું માતૃ અને પિતૃકુટુંબ પ્રભુ પાર્શ્વનાથ સંતાનીયા જૈન રાજવીઓ તરીકે જૈનધર્મને પાળનારુ હતુ અને ત્રિશલાદેવી વિદેહની રાજ્યધાની વૈશાલીના સરદારની અહન થતા હતા, જે મગધના રાજા ખિખિસારના કુટુંબી થતાં હતાં.