________________
ૌતમ બુદ્ધની જીવનપ્રભા ટેકરીઓ પૈકી રત્નગિરિ નામના પર્વત ઉપર જઈ સેંકડે યેગીઓ, તપસ્વીઓ અને ઉપાસક મુમુક્ષામાં મળી ઇશ્વરચિંતનમાં મન પરોવ્યું. ત્યાં થોડો સમય રહ્યા બાદ મહાન યોગી અને તપસ્વીઓના સત્સંગમાં આવેલ કુમારને તપબળે કંઈક આત્મજ્ઞાનને ભાસ થ. બાદ રત્નગિરિ પર્વતની એક ગુફામાંથી નીચે ઊતરતાં તેને ઘેટાનું ટેળું દેખાયું અને તેની તપાસ કરતાં ઉપરોક્ત ઘેટાઓ પશુયજ્ઞ અર્થે જતાં જાણ્યાં, જેને તેણે સુંદર રીતે બચાવ કર્યો એટલું જ નહીં પણ પિતાની કીર્તિ વધારી.
ત્યાગી રાજ્યકુમારે રાજગૃહીને પશુયજ્ઞકાંડ બંધ કરાવી હજારો ની રક્ષા કરી ત્યાંથી સીધા વૈશાલી તરફ પ્રયાણ કર્યું જ્યાં તેને શ્રીકેશીકુમાર ગણધર આદિ સાધુઓનો મેળાપ થયું. તેમની પાસે કુમારે દીક્ષા લીધી અને દીક્ષાસમયનું તેનું નામ “બુદ્ધકતિ” રાખવામાં આવ્યું. બુદ્ધકાતિ મુનિ ધર્મભ્રષ્ટ બને છે, સાધુપણાને ત્યાગ કરી માંસાહાર કરે છે–
આ બુદ્ધદર્તિને લગભગ છથી સાત વર્ષ સુધી જેનસાધુ તરીકે દીક્ષા સુંદર રીતે પાળ્યા પછી, જેનસાધુપણામાંથી પતિત થઈ પિતાને જુદે મત સ્થાપવાને અવસર પ્રાપ્ત થયે જે નીચે મુજબ છે –
એક સમયે સરયૂ નદીના કિનારા ઉપર પલાસ નામના ગામમાં શ્રીબુદ્ધકીર્તિ સાથે સાધુઓ વિચરતા હતા. તે સમયે સરયૂ નદીનાં પાણી બહુ ઊંચાં ચહ્યાં હતાં અને સેંકડે મરેલાં માછલાંઓ કિનારા-કાંઠે તણાઈ આવ્યાં જેને જોઈ બુદ્ધકીર્તિને ગૃહસ્થાવાસમાં કરેલ માંસાહાર યાદ આવ્યું ને તે તરફ ફરીથી મન લલચાયું. એણે પિતાનું સાધુ તરીકેનું ઊંચ કોટીનું સ્થાન ભૂલી મનથી નિશ્ચય કર્યો કે– માંસાહારી શિષ્ય ગુરુને ત્યાગ કરે છે –
જે જીવ પોતાની મેળે મરી ગયેલ હોય તે જીવનું માંસ ખાવામાં પાપ નથીજેવી રીતે ફળ, દૂધ, દહિં આદિના પિણામાં પાપ નથી. સર્વ પદાર્થો ક્ષણિક છે, માટે પાપ અને પુન્યના કર્તા કે અન્ય છે, તેવી જ રીતે તેને ભક્તા પણ કે અન્ય છે.” આ જાતના સિદ્ધાંતે ચાલુ કરવાને મનથી નિશ્ચય કરી, પિતે અંગીકાર કરેલ પ્રવજ્યાને ત્યાગ કર્યો અને માંસભક્ષણ શરૂ કર્યું. તે દિવસથી કેશીકુમાર ગણધરથી બુદ્ધકીર્તિ જુદા પડ્યા. આ સમયે ગોતમ બુદ્ધ પાસે દેવદત્ત નામે એક શિષ્ય હતા તેણે બુકીર્તિને માંસ ખાવામાં મહાનું પાપ છે એવું સમજાવવા તથા તેને દુરાગ્રહ છેડી ધર્મના સત્ય માર્ગે વળવા અનેક જાતના પ્રયત્ન કીધા, છતાં બૌદ્ધ તેનું કથન માન્યું નહી અને છેવટે તેનાથી કંટાળી દેવદત્તે બુદ્ધને સાથ છોડી દીધો.