________________
(૨) અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયની સંખ્યા–પર્યાપ્તથી અસંખ્ય ગુણ અધિક. (૩) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની સંખ્યા—અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયથી અસંખ્યગુણ અધિક.
(૪) પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની સંખ્યા– અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયથી અસંખ્યગુણ અધિક.
જો પૃથ્વીકાય ત્રણ રાશિમાંથી (પ્રથમ છોડી બાકીના ત્રણ ભેદ વિષે) કોઈપણ રાશિના એક—એક જીવોને જો પ્રત્યેક આકાશ પ્રદેશ પર સ્થાપવામાં આવે તો એક ૧૪ રાજલોક – એવા અસંખ્ય ૧૪ રાજલોક ભરાય.
પ્રતિસમય પૃથ્વીકાયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય અને મરણ પામે ?
પ્રતિ સમય અસંખ્ય લોકાકાશ પ્રદેશોની સંખ્યા પ્રમાણ અસંખ્ય પૃથ્વીકાય જીવો પ્રતિ સમયે ઉત્પન્ન થાય અને તેટલા દ્રવ્યભાવે મૃત્યુને પામે. પૃથ્વીકાયના શસ્ત્ર : બે પ્રકારે
(૧) દ્રવ્યશસ્ત્ર : હળ, કોદાળી, અફીણ, ઝેર, મળ, વિષ્ટા, મૂત્રાદિ. (૨) ભાવશસ્ત્ર : મન, વચન, કાયાનું દુષ્ટ પ્રણિધાન–અસંયમ. દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ :
n
ם
(A) સ્વકાય શસ્ત્ર : સફેદ માટી, પીળી, કાળી આદિ જુદાં-જુદાં વર્ણવાળી માટી ભેગી થતાં.
(B) પરકાય શસ્ત્ર ઃ પાણી, અગ્નિ વગેરે પૃથ્વીકાય સાથે ભેગાં થતાં શસ્ત્ર બની જાય.
(C) ઊભયકાય શસ્ત્ર : પૃથ્વી જલ મિશ્રિત, પૃથ્વી અગ્નિ મિશ્રિત, પૃથ્વી વાયુ મિશ્રિત, પૃથ્વી વનસ્પતિ મિશ્રિત.
જીવવિચાર | પ