________________
ગાથા: ૪
અભય દૂરી ઊસ, મહી-પાહાવ-ભાઈઓ વેગા, સોવીરજણ લુગાઈ, પુટવિ-ભેઆઈ ઇચ્ચાઈ ૪
અબરખ, તેજતુરી-ફટકડી, ખારો, માટી અને પથ્થર તણી ઘણી જાતિઓ; સુરમો, મીઠું આદિ, ભેદ પૃથ્વીના જુઓ.૪ (૧) પૃથ્વીકાય જીવોઃ |
સ્થાવર નામ કર્મના ઉદયથી પૃથ્વીરૂપી કાયા જેને પ્રાપ્ત થઈ છે તે પૃથ્વીકાય આ પૃથ્વીકાય રૂપી કાયામાં પણ સત્તાએ સિદ્ધ સ્વરૂપી આત્મા પૂરાયેલ છે, તે સ્ફટિક, મણિરત્ન, પરવાળા, હિંગળોક, હડતાળ, મણશીલ, પારો, સોનુ વગેરે ધાતુઓખડી, રમચી, અરણેટો, પલેવા, અબરખ, તેજરી, ખારો, માટી અને પથ્થરોની અનેક જાતો, સુરમો, મીઠું વગેરે પૃથ્વીકાય જીવોના ભેદો છે. 0 પૃથ્વીકાય જીવોના પ્રકારઃ * ફલિહ(સ્ફટિક) સ્ફટિક પારદર્શક અતિ કિંમતિ પથ્થર (રત્ન). (જ
રાજલોકના ઉપરના છેડે રહેલ ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા આ સ્ફટિક રત્નની બનેલી છે.) મહિલઃ સમુદ્રમાં ઉત્પન્ન થનાર રત્ન (સૂર્યકાંત – ચંદ્રકાંત મણિ) ચંદ્રકાંત મણિ પર ચંદ્રનો પ્રકાશ પડતા તેમાંથી કાળા રંગનો રસ ઝરે છે તેની હાજરીમાં અગ્નિ પ્રગટવા છતાં દઝાડી શકતો નથી. મણિની ઉત્પતિ ૮ સ્થાનોમાં થાયઃ (૧) હાથીના કુંભ સ્થળમાં (૨) શંખમાં (૩) માછલીના મુખમાં (૪) વાંસમાં (૫) જંગલી સુવરની ડાઢમાં () સર્પના મસ્તક ઉપર (૭) મેઘમાં (૮) છીપમાં રયા (રત્ન): ૧૪પ્રકારના રત્ન જેમ કેન્દ્ર નીલ, ચંદન, પુલક, સૌધિક, ચંદ્રપ્રભ, વૈર્ય, જલકાંત, સૂર્યકાંત, ગોમેદકરુચક, અંક, લોહિત, મરકત, ભુજમોચક.
જીવવિચાર || ૫૧