________________
a આત્માએ પોતાના માટે શું વિચારવાનું?
હું સત્તાએ સિદ્ધ સ્વરૂપી અને આત્મા રમણ કરવાના સ્વભાવવાળો, હું કર્મને વશ બની સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું હવે મારે મારી સત્તાગત સિદ્ધાવસ્થા પ્રગટાવવાનો સતત પ્રયત્ન કરવાનો છે. તે માટે મારે જીવના સ્વરૂપને જાણી શ્રદ્ધા પ્રતિતી કરી અને મારા આત્મા પર શુદ્ધ દયા લાવવા માટે જીવવિચાર ભણવાનું છે. ભણીને વારંવાર વિચારવાનું છે કે સિદ્ધ સ્વરૂપી એવો હું ક્યાં ક્યાં ભટકીને આવ્યો છું. હવે મારે ભટકવું નથી. તેથી જીવમાં જીવ તરીકે અને અજીવમાં અજીવ તરીકે જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ મૂકી ભવમાં ભ્રમણ કરવાનું બંધ કરવાનું છે. જ્યાં સુધી આત્મા સ્વભાવમાં રમણતા નહીં કરે ત્યાં સુધી આરાધના સફળ નહીં થાય. તેથી ભવ ભ્રમણતા ચાલુ રહેશે.
*
૦૦૦
સ્થાવરકાય
a સ્થાવરકાય જીવો પાંચ પ્રકારઃ ' (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) અગ્નિકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય. ગાણા : ૩ ફિલિહમણિરયણ વિદુમ, હિંગુલ હરિયાલ માસિલસિંદા, કણગાઈ શાહે ચી, વનિય અરય પલેવા. ૩
સ્ફટિક, મણિ, રત્ન, પરવાળા, અને હિંગળોક છે. હડતાળ અને મણસિલ પારો, સોનું આદિ ધાતુઓ; ખડી, લાલ ધોળી માટીને, પાષાણ પારેવો જુઓ: ૩
જીવવિચાર || ૫૦