________________
છે પણ જ્યાં સુધી એ મોહને આધીન છે ત્યાં સુધી એ સ્વયં પીડા પામે છે અને પીડા મેળવવા માટે જ સંબંધો બાંધે છે માટે અનંત સુખના બદલે અનંત દુઃખનું જ ધામ બને છે. તમારી જાતે, તમારી પાસે રહેલું, તમારું જ સુખતમે ભોગવો એમ પ્રભુએ કહ્યું છે અને આની સિદ્ધિ માટે જ આ જીવન જીવવાનું હતું તેને બદલે આપણે પીડા વધારવામાં જ જીવન જીવી રહ્યાં છીએ. ધર્મનો વ્યવહાર કરીને ધર્મનો જ અનુભવ કરવાને બદલે આત્મા મોહના સુખનો જ અનુભવ કરે છે કે જે સુખ નથી પણ સુખનો ભ્રમ છે. અહીં અનંત દુઃખમય સંસારનો આત્માને અનુભવ થવો જોઈએ, પ્રતીતિ થવી જોઈએ, તો જ તે સંસારનો ત્યાગ કરવા તૈયાર થશે. a આત્મા કર્મે આપેલ માલ (કષાય) ભોગવે તો કર્મબંધ કરે
અને પોતાનો માલ (ગુણ) ભોગવે તો નિર્જરા કરે.
કરેલું કર્મ જીવે અવશ્ય ભોગવવું જ પડે છે એ વાતની શ્રધ્ધા થાય તો આત્મા કર્મ બાંધવાનું બંધ કરે.આત્મા કર્મે આપેલા(કષાય)માલને ભોગવે તો કર્મબંધ કરે અને પોતાના (ગુણ રૂ૫)માલને ભોગવે તો કર્મનિર્જરા કરે. જૂના ઉદયમાં આવેલા કર્મો પ્રદેશોદયથી કે વિપાકોદયથી ભોગવાય ને ખરી પડે પણ તે વખતે જો આત્માને તે ભોગવતા ન આવડે તો ફરી નવા કર્મો બાંધે. કાં તો આત્મા કર્મોએ આપેલી વસ્તુને ભોગવે છે ને કાં આત્મા પોતાની વસ્તુને ભોગવે છે. ઉદયમાં આવેલા કર્મો ભોગવતી વખતે આત્મા જો સાવધાન ન રહે, પોતાના સ્વભાવને ભોગવવાના પુરુષાર્થમાં ન હોય તો નવા કર્મો બંધાય કારણ કે તે મોહને ભોગવવામાં જ છે. જે કાળે જે પીડા ભોગવી તે જ પીડા બંધાય છે તે જ પીડા ગુણાકાર રૂપે ભોગવાય છે. જેટલા અંશે આત્માસ્વભાવમાં રહે તેટલા અંશે કર્મોન બંધાય પણ નિર્જરા થાય અને જ્યારે પૂર્ણ સ્વભાવમાં આવે ત્યારે તેને બંધ નથી.
જીવવિચાર // ૩૧૫