________________
0 જિનાજ્ઞા પાળવા છતાં પરિભ્રમણ કેમ?
જિનની આજ્ઞાનું પરમ રહસ્ય-સ્વયં પીડા પામવી નહીં અને બીજાને પીડા આપવી નહીં. જિનની તમામ આજ્ઞાઓમાં માત્ર બે જ વાત દેખાશે, સ્વયં પીડા પામે નહીં ને બીજાને પણ આપે નહીં. આ રહસ્ય ન સમજ્યા માટે જિનાજ્ઞાનું પાલન કરીને પણ આપણા ભવભ્રમણ વધે છે. જિનાજ્ઞા અચિંત્યા પ્રભાવવાળી છે, એને ન સમજ્યા માટે એનું આચરણ ન કરી શક્યા એટલે એનો પ્રભાવ ન પામી શક્યા. દેવભવમાં સાતાની પીડા અને નરકમાં અસાતાની પીડા છે જ્યારે પરમાત્મા સાતા અને અસાતાની પીડાથી મુક્ત છે.
જે સ્વયં પીડા ભોગવે તે બીજાને પીડા આપે.
પરમાત્મા સર્વજ્ઞ છે એ જ પૂ.શાંતિસૂરિ મ.સા. માટે બહુમાનનું કારણ છે. વંદના પ્રતિવંદનાનું કારણ બને છે. ભાવ પ્રશસ્ત હોય અને તે સ્વભાવ સન્મુખ બને ત્યારે જ તે ભાવ કહેવાય. આત્મા અનાદિકાળથી જે પીડા ભોગવી રહ્યો છે ને જગતને જે પીડા આપી રહ્યો છે તેનાથી મુક્ત થવું એ જ મોક્ષ અને એનાથી વિપરીત તે જ સંસાર. જે જીવ સ્વયં પીડા ભોગવે છે તે જગતને પણ પીડાની જ ભેટ આપે છે અને જે સ્વયં પીડા પામતો નથી તે બીજાને પીડા આપવાના પરિણામવાળો બની શકતો નથી. આપણને માત્ર દ્રવ્ય જ પીડા લાગી છે પણ તેનું મૂળિયું મોહ છે એ વાત સમજાણી નથી અને ધર્મ કરતાં પણ મોહને જ વધારવાના ધંધા કર્યા છે માટે એ તગડો થઈને બેઠો છે. આપણે ધર્મની કાંઈ પણ આરાધના કરીએ એટલે જગત પાસેથી આપણી કંઈક અપેક્ષા ઊભી થાય. જગતમાં આપણો કોઈ ભાવ ન પૂછે તો ગમે? એમ થાય કે લોકોએ પ્રશંસા પણ ન કરી !!! આ અપેક્ષા કોણે કરાવી? અંદર રહેલા મોહના પરિણામે. પ્રથમ એ વિચારવાનું હતું કે મેં ધર્મ આજ્ઞા મુજબ કેટલો કર્યો કે લોકોના ધર્મી તરીકેના સર્ટીફીકેટને વધાવી લઉ છું, ને પ્રશંસાને બદલે કોઈ ઉતારી પાડે તો શું થાય? જ્યાં સુધી આત્મા મોહની પીડાથી મુક્ત ન થાય ત્યાં સુધી એ ધર્મપણ કેવો કરશે? આત્મા અનંત સુખનું જ ધામ
જીવવિચાર // ૩૧૪