________________
પંખો યાદ આવે, ભૂખ, તરસ લાગે ત્યારે પણ વનસ્પતિ, અકાય એ જ યાદ આવે, શરીર મેલું થયું છે તો પાણી યાદ આવે પણ ક્યારેય પણ સિદ્ધ ભગવંતો યાદ આવે છે? કે એમને શરીર જ નથી તો આ કાંઈ ઉપાધિ તેમને નથી અને સાધુ યાદ આવે છે? કે જે સિદ્ધ બનવા માટે જ બધા પ્રયત્ન કરી રહ્યાં છે. દેહ માટે દેહવાળા જ યાદ આવે ને પછી સગા-સંબંધીઓ યાદ આવે પણ નિઃસંગ દશા યાદ ન આવે. જેને જીવન મળ્યું પણ જીવવાનો પ્રયત્ન ન કર્યો તેણે પીડાઓનું જ સર્જન કર્યું.
આ જગતમાં સાચામાં સાચું માત્ર સર્વજ્ઞ જ બતાવી શકવાના છે. આપણી પોલ ખુલ્લી પડે માટે આપણને વાંધો છે, પાપ ઢંકાઈને પડ્યા હોય તો વાંધો નથી. સાચી વાત આપણને સ્વીકારવી જ નથી. નાસ્તિકવાદને સર્વજ્ઞની વાતનો જ મોટામાં મોટો વાંધો છે. કારણ તેને તો ખાવું પીવું ને મોજ જ કરવી છે અને જે મળ્યું છે તે ભોગવવાનું એવી માન્યતાવાળા છે. ગોશાલાની જેમ પોતાની જાતને સર્વજ્ઞ માની લેવી અને હું કરું તે બરાબર તેવું જ લોકો માને છે. મનુષ્યભવમાં જીવ તીર્થકર નામકર્મ બાંધતા બાંધતા આયુષ્ય પુરું થઈ જતાં ૧ થી ૩નરકમાં જઈને નિકાચિત કરી શકે છે. ૧ થી ૭નરકમાં સમકિતની પ્રાપ્તિ થઈ શકે છે. | ગોશાલા પર વિર પરમાત્માનો અચિંત્ય પ્રભાવઃ
પરમાત્માનો અચિંત્ય પ્રભાવ શું?ગોશાલાએ જે ભયંકર તેજોલેશ્યા પરમાત્મા પર છોડી તે પરમાત્માને સ્પર્શીને ગોશાલામાં પ્રવેશી. પરમાત્માના અચિંત્ય પ્રભાવનાના કારણે તેને અંતે સમકિતની પ્રાપ્તિ થઈ. ગોશાળાએ છોડેલી તેજોલેશ્યાની તાકાત મગધ જેવા ૧૬ દેશોને બાળીને ભસ્મીભૂત કરે તેવી તેજોલેશ્યા છોડવારૂપ ઘોર આશાતનાના ફળ રૂપે સાતમી નરકની પ્રાપ્તિને બદલે પરમાત્માના પ્રભાવના કારણે ગોશાલાને સમકિતની પ્રાપ્તિ થઈ અને ૧રમા દેવલોકમાં ગયો.
જીવવિચાર // ૩૧૧