SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ મારે પણ હવે આવા જ બનવાનું છે. જે આત્મા જગતમાં પીડા પામે છે તે સ્વભાવમાં નથી રહ્યા માટે જ પીડા બંધાય છે ને પીડા ઉદયમાં આવે છે. જ્ઞાનાદિગુણોમાં નરમ્યાને પુદ્ગલના ગુણોમાં જ રમ્યા માટે પીડા બંધાય છે. સ્વમાં રમવાનું છે પરમાં ભમવાનું નથી છતાં વર્તમાનમાં કાયામાં રહેવું પડે છે. કાયામાં રહેવા છતાં સ્વમાં રમવામાં વાંધો નથી, નરમી શકે તેને ભમવું જ પડે કારણ પુગલનો એ જ સ્વભાવ છે. તેની સાથે આપણે રહ્યા છીએ માટે જેમ ચકરડામાં બેસે તે ભમે તેમ આપણે પણ ભમવું જ પડે. દેવોને ભમવાનું છે, દેવી સાથે ભોગો ભોગવે, નાટકો ચાર હજાર વર્ષ સુધી ચાલે. અવધિજ્ઞાનથી જ્યારે અહીં જુએ અને અહીં આવવાનું મન કરે ત્યાં સુધીમાં તો અહીં કેટલીયે પેઢી બદલાઈ ગઈ હોય. ખાવાનું છોડી ન શકે. નવકારશીનું પચ્ચખાણ પણ ન કરી શકે. અરે!અભયદાનની ભાવના ભાવી શકે પણ અભયદાન આપીનશકે. | દેવભવ અને નરકભવ નિકાચિત કર્મના ઉદય રૂપ હોવાથી દેવો નવકારશી ન કરી શકે અને તમે નવકારશી કરી શકો ને ખાતાં ખાતાં કેવલજ્ઞાન પણ મેળવી શકો. અનુત્તરવાસી દેવોને ૩૩ હજાર વર્ષે માત્ર એકવાર ખાવાની ઈચ્છા થાય પણ તેને છોડી ન શકે, પચ્ચખ્ખાણ પણ લઈ ન શકે. મનુષ્યગતિમાંથી વધારેમાં વધારે જીવો તિર્યંચગતિમાં જાય ત્યાંથી નરકમાં જાય પછી ફરી તિર્યંચમાં જાય. સમસ્ત જીવરાશિમાં સૌથી ઓછાં મનુષ્ય, તેનાથી અધિક દેવો, તેનાથી અધિક નરક અને તેનાથી અધિક તિર્યંચો છે. અબ હમ અમર ભયે નહીં મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેગે. જેને દેહમાં રહેવાનું મન છે તેને જ આયુષ્યનો બંધ પડે છે અને જેને દેહમાં રહેવાનું મન નથી તે દેહથી ભિન્ન થઈને સતત જાગૃત સ્વ-સ્વરૂપમાં રહે છે તેને આયુષ્યનો બંધ પડતો નથી. શરીર એ જ હું એવું મિથ્યાત્વ હવે જે આત્માએ ત્યજી દીધું માટે હવે એને દેહ મળવાનો નથી. પણ આપણને શરીરની યાદ આવે અને તેના સુખ માટે પણ શરીરવાળા જ યાદ આવે. ઠંડી લાગે તો તાપણું યાદ આવે, ગરમી લાગે તો જીવવિચાર // ૩૧૦
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy