________________
નારક અને દેવોની પણ ચાર ચાર લાખ યોનિ તથા મનુષ્યને ચૌદ લાખ યોનિઓ છે. આ રીતે કુલ ચોર્યાશી લાખ યોનિઓ થાય છે.
૮૪ લાખ જીવયોનિનું સ્વરૂપ
યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાન અર્થાત્ આત્મા–પૂર્વધારણ કરેલ ઔદારિક કે વૈકિય શરીરનો ત્યાગ કરી તૈજસ-કાશ્મણ શરીર સહિત જે સ્થાને જાય ત્યાં નવા શરીરને યોગ્ય પુગલ વર્ગણા ગ્રહણ કરે તેને તખલોઢાના ગોળાની જેમ પુગલોને એકમેક કરે તે સ્થાનને યોનિ કહેવાય. જેમ ઊકળતા તેલની કડાઈમાં વણેલી પૂરી તળવામાં આવે અને તે પૂરી તેલના પરમાણુઓને પોતાની ચારે તરફથી (કોરથી) પરિણમાવે, તેમ આત્મા તૈજસ – કાર્પણ પુદ્ગલોથી વ્યાપ્ત-સર્વઆત્મપ્રદેશોથી શરીર યોગ્ય પુદ્ગલોને પરિણાવે.
જ્યારે આત્મા પોતાના સ્વભાવ અને સ્વરૂપવિરુદ્ધ પ્રવૃત્તિ કરે અર્થાત્ પુદ્ગલ ગ્રહણ કરવા અર્થે આત્મવીર્ય તેમાં પ્રવર્તમાન થાય તે સ્વભાવ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ. તે પુગલ ગ્રહણ કરી પોતાની અરૂપી અવસ્થા ઢાંકવાથી રૂપ અને આકાર જે જીવની સ્વરૂપ વિરુદ્ધ અવસ્થા થવાથી પીડા અનુભવે છે. આથી જન્મ ધારણ કરવો એ જીવ માટે મહાદુઃખરૂપ છે. આથી જન્મ લેવો એ પાપ છે. આથી અજન્મા બનવાની સાધના કરવાની છે.
સર્વ જીવોની અપેક્ષાએ યોનિની કુલ સંખ્યા ૮૪ લાખ છે. જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો અસંખ્ય છે. પરંતુ જે સ્થાનોના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને આકાર સમાન હોય તેવા બધા સ્થાનોની એક યોનિ ગણાય. તેવી યોનિઓની કુલ સંખ્યા ૮૪ લાખ છે.
હવે એક યોનિમાંઅનેકકુલ (જાતિ) હોય જેમકેછાણનો એકપોદળોતે એક યોનિ છે. તેમાં જુદાં જુદાં જીવોની જાત ઉત્પન્ન થાય. કૃમિ, કુલ, કોટક કુલ, વૃશ્ચિકકુલ વગેરે તેને કુલ કોટી કહેવાય. આવી કુલ કોટીની સંખ્યા એક ક્રોડ ૯૭ લાખની છે.
જીવવિચાર || ૨૭૮