SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર્પિણીના ૧ થી ૬ આરા –૧૦ કોટાકોટી સાગરોપમ + ૧૦ કોટાકોટી સાગરોપમ (ઉત્સર્પિણીના) ઉત્સર્પિણી + અવસર્પિણીકાળ = ૧૨ આરા-૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાળ ચક્ર અને આવા અનંતા કાળ ચક્ર= ૧ પુદ્ગલ પરાવર્તકાળ અનંતા પુદ્ગલપરાવર્તકાળ અનંતાપુદ્ગલ પરાવર્તકાળ એક સમય રૂપ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળ = = = પલ્યોપમનું સ્વરૂપ : પલ્યોપમ ત્રણ પ્રકારે. પલ્ય એટલે કુવો કે ખાડો. તેની ઉપમા વડે સમજાવતું જે માપ તે પલ્યોપમ. : (૧) અા પલ્યોપમ (૨) ઉદ્ઘાર પલ્યોપમ અને (૩) ક્ષેત્ર પલ્યોપમ (૧) અન્ના પલ્યોપમ ઃ એક યોજન ઊંડા, લાંબા, પહોળા અને ગોળાકાર ખાડાના કુરુક્ષેત્રના સાત દિવસના જન્મેલા યુગલિક બાળકના એક વાળના ૮–૮ ટુકડા કરવામાં આવે (એકવાળના ૨૦,૯૭, ૧પર ખંડ થાય તેવા વાળો વડે) અને એવા ટુકડાથી આખો કૂવો ભરવામાં આવતા તેમાં ૩૩૦,૭૬૨,૧૦૪,૨૪૬,૫૨,૫૪૨,૧૬૬,૬૦૯,૭૫૩,૦૦,000,000,0= ૩.૩૦×૧૦ વાળના ટુકડા સમાય અને એવા કૂવા ઉપરથી ચક્રવર્તીનું સૈન્ય પસાર થાય તો પણ તે કૂવામાં વાળ દબાય નહીં, ગમે તેટલો વરસાદ પડે તો પણ ભીંજાય નહીં તથા અગ્નિથી બળે નહીં તેવા નક્કર કૂવામાંથી દર સો વર્ષે એક—એક વાળ કાઢતાં કૂવાને ખાલી થતા જે સમય લાગે તેને એક બાદર અહ્વા – પલ્યોપમ કહેવાય. તે જ કૂવાને એક વાળના સાત વાર ૮–૮ ટુકડાને બદલે હવે અસંખ્યાત ટુકડા કરીને ભરવામાં આવે અને તેનાથી પૂર્ણ ભરાયેલા તે જ કૂવામાંથી ૧૦૦ વર્ષે એક વાળને કાઢતા કૂવાને ખાલી થવામાં જે કાળ પસાર થાય તે કાળને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહેવાય છે. દેવ, નરક અને મનુષ્યાદિના આયુષ્ય આ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ વડે ગણવામાં આવે છે. બાદર અદ્ઘા પલ્યોપમ માત્ર સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ સમજવા માટે જ સમજવાનો છે. જીવવિચાર || ૨૫૪
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy