________________
આચરવી તે જ મોટું પાપ. તેથી દરેક જીવની આશાતના–પીડાના નિમિત્તથી આપણે મુક્ત ન બનીએ ત્યાં સુધી સર્વ પાપનો નાશ થતો નથી. તેથી સર્વજીવોનું પ્રથમ જ્ઞાન ગ્રહણ તે આવશ્યક રૂપે લાગવું જોઈએ.
આગમ અને અનુભવ જ્ઞાન થકી થયેલા ચોક્કસ નિર્ણય વડે પૂ. શાંતિસૂરિ મહારાજ ભવ્ય જીવો પર પ્રગટેલી કૃપાદૃષ્ટિથી પ્રેરાઈને જીવતત્ત્વના ઉપદેશ રૂપે આ જીવવિચાર પ્રકરણ રચનાનો આરંભ કરવા શિષ્ટ પુરુષોના માર્ગને અનુસરવાપૂર્વક ઈષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક હવે જીવવિચાર પ્રકરણનો આરંભ કરતાં વિઘ્નોના નાશ માટે અને ગ્રંથની સમાપ્તિ વિઘ્ન રહિત થાય તે માટે મંગલાચરણ રૂપ ગાથાનો આરંભ કરે છે.
વાદિવેતાલ પૂ. શાંતિસૂરિ મહારાજ મંગલાચરણ શા માટે કરે છે ?
જીવ પોતે મંગલ સ્વરૂપ છે, કેવી રીતે ? આત્મા જ્ઞાનાદિ ગુણોથી ભરેલો છે તેથી મંગળ માટે બીજે કયાંય જવાની જરૂર નથી. કર્મ–કાયા એ અમંગલ છે. જે રૂપી છે તેને દૂર કરવાનું છે. મંગલરૂપ આત્મા અમંગલથી જોડાયેલો છે. કર્મ–કાયા દૂર થઈ જાય તો આત્મા પરમ મંગલ થઈ જાય. આથી પૂ. શાંતિસૂરિ મહારાજ અરિહંત પરમાત્માને વંદન કરે છે. અરિહંતો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ થઈ ગયા છે તેથી પરમ મંગલરૂપ છે. આથી પૂ. શાંતિસૂરિ મહારાજ પોતાના આત્માને પરમ મંગલ બનાવવા ભાવ વંદના કરે છે. જીવવિચારને જાણ્યા વિના જીવ પરમ મંગલરૂપ ન બને. તેને જાણ્યા વિના બીજા ગમે તેટલા મંગલ કરો તો તે વાસ્તવિક મંગલ રૂપે ફળે નહીં.
નંદસૂત્રમાં શાનને જ મંગલ કહ્યું છે, જ્ઞાન આત્મામાં જ છે. આથી જીવને જીવ તરીકે ન જાણે તે તેનું અમગલ છે. બધા પાપનું મૂળ અજ્ઞાન છે. શાનને સુખની ખાણ અને અજ્ઞાનને દુઃખની ખાણ કહી છે. પોતાના આત્માને ન જાણવું તે મહાપાપ છે. દ્રવ્ય પ્રાણોનો નાશ તે દ્રવ્ય હિંસા છે અને ભાવ પ્રાણનો નાશ એ ભાવ હિંસા છે. આથી આત્માને (જીવ દ્રવ્યને) ન જાણેતે (તેની ભાવહિંસા) અમંગલરૂપ છે. પોતાના આત્માને જાણીને સર્વ આત્માઓને સર્વજ્ઞ દષ્ટિથી સિદ્ધ સ્વરૂપી જાણીને સ્વ આત્માને
જીવવિચાર // ૨૨