________________
જ્ઞાનની શક્તિ નથી.આટલી સાધનાનો નિશ્ચયહોવો જોઈએ કે આખા દિવસમાં આટલા સામાયિક, જાપ, સ્વાધ્યાય, ખમાસમણા, કાઉસ્સગ્ન વગેરે થવું જોઈએ. નકામો – આળસમાં સમય ન જવો જોઈએ. આ બધા અનુષ્ઠાનો એ પણ સત્સંગ કહેવાય. આ આપણી સાથે હોય તો કલિકાળની તાકાત નથી કે તે કાંઈ કરી શકે.
જેને અનાદિ દુઃખ જંજાળમાંથી નીકળવાનો ભાવ થાય અને તેને તે માટે જીવાદિ પદાર્થોના સમૂહનું હેયોપાદેયપૂર્વક જ્ઞાન ભણવું જરૂરી છે. જ્ઞાનને સમ્યક રીતે પ્રાપ્ત કરવું હોય તો તેનો એકમાત્ર ઉપાય ગુરુની વિધિપૂર્વક સેવાદિ કરીને સદ્ગુરુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું. સદ્ગુરુવિના પ્રાપ્ત કરેલ જ્ઞાન પ્રાયઃ સાધકને ઈષ્ટ અર્થની પ્રાપ્તિ કરાવતું નથી. તત્ત્વજ્ઞાતા એવા સદ્ગુરુ પાસે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવાથી ઈષ્ટ અર્થની પ્રાપ્તિ થાય અર્થાત્ જીવવિચાર ભણવા વડે દુઃખી જીવો પર કરુણાદિ ભાવ પ્રગટ થાય.
વાદિવેતાલ પૂ. શાંતિસૂરિ મહારાજ દ્વારા જીવનું સ્વરૂપ પ્રકરણની રચનાની પાછળ હેતુ શું છે?
જીવ સ્વરૂપને જાણ્યા વિના જીવ સ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી. સ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરવા સર્વ જીવોને જાણીને સર્વજીવોને અભયદાન આપવાનું છે. જીવવિચાર વિના નવકાર મહામંત્ર પણ પૂર્ણ ફળને આપનારું ન થાય. નવકારનું પૂર્ણફળ સર્વ પાપનો નાશ છે. સર્વ પાપનો નાશ એટલે સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ. તે માટે સર્વ જીવરાશિને સિદ્ધ સ્વરૂપે જુવે નહીં, શ્રદ્ધાથી સ્વીકારે નહીં અને તે પ્રમાણે જ આચરણ કરે નહીં અર્થાત્ જે રીતે સિદ્ધ ભગવંતોની પ્રતિમાની સહેજ પણ આશાતના કરવા મન તૈયાર થતું નથી તે જ પ્રમાણે સત્તાએ સિદ્ધ સ્વરૂપી જીવ સાથે પણ સાક્ષાત્ સિદ્ધ સ્વરૂપી માનીને તેની આશાતના બંધ થાય નહીં ત્યાં સુધી પાપનો બંધ ચાલુ રહે. આથી સર્વ પ્રથમ જીવે સર્વપાપના નિમિત્તોને બંધ કરવા જોઈએ. જીવ માત્રને પીડા ન આપવી તે જ જિનાજ્ઞા. તે જિનાજ્ઞા ન માનવી – ન
જીવવિચાર || ૨૧