________________
(૨) જતિ આર્ય જે જાતિથી ઉત્તમ હોય. કલંદા વિદેહા, વેઢંગા, હરિયા,
સુચણા. આ ઉત્તમ જાતિ છે જે હાલ પ્રસિદ્ધ નથી. (૩) કુલ આર્ય ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, કૌરવકુલ, શાતકુલ આ
છ પ્રકારે કુલ આર્ય છે. (૪) કર્મ આર્યઃ લોકમાં નિંદનીય ધંધા ન કરે. દુષિક (દોશી), ગધિક
(ગાધી), કાર્યાસિક (કપાસીક), કૌટુંબિક, સૌતિક (સુતરિયી) દરકાર
વગેરે. (૫) શિલ્પ આર્ય તુન્નાક, લેખકાર, રાખકાર, ચિત્રકાર. () ભાષા આર્યઃ અર્ધમાગધી ભાષા બોલે અને બ્રાહ્મી આદિ અઢાર
લીપી પ્રવર્તે. (૭) શાન આર્ય મતિ આદિ જ્ઞાનવાળા (સમ્યગુદષ્ટિ) ગણાય, પણ
મિથ્યાદષ્ટિ ન ગણાય. (૮) દર્શન આર્ય ક્ષાયિક આદિ સમકિતને ધારણ કરનારાં. (૯) ચારિત્ર આર્ય ચારિત્રને ધારણ કરનાર.
આ રીતે વિચારતાં આર્યો કરતાં અનાર્યો વધારે છે. પંદર કર્મભૂમિ કરતાં ત્રીસ અકર્મ ભૂમિ વધારે છે + પ૬ અંતરદ્વીપ એટલે ૮૬ યુગલિક ભૂમિ છે તેનું ક્ષેત્ર વધારે છે અને ધર્મ માટે દુર્લભ છે. (૧) કર્મભૂમિ ઃ જયાં અસિ–મસિ-કૃષિનો વેપાર થાય તથા જયાં તીર્થકર, ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષો જન્મે, તેઓ મોક્ષ માર્ગની આરાધના વડે સદ્ગતિ પ્રાપ્ત કરે. સંપૂર્ણ મોક્ષ માર્ગની સાધના વડે ચારે ગતિનો અંત આણી પાંચમી જેસિદ્ધગતિ એટલેકેમોક્ષ શાશ્વત સુખના ધામરૂપ અવસ્થાને પામી શકે અથવા દુષ્કૃત્ય કરવા વડે નરકાદિ દુર્ગતિ પામે તે કર્મભૂમિ. કર્મભૂમિઓ પંદર છે. પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ
જીવવિચાર | ૨૦૭