________________
(૧) તીર્થંકર : જે ૧૫ કર્મભૂમિમાં આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય, નિર્મળ
સમ્યગ્ દર્શનની હાજરીમાં જે સર્વ જીવ શાસનરસીની સર્વોત્તમ ભાવના વડે જે તીર્થંકર નામકર્મ બાંધે તે તીર્થંકર થઈવિશ્વના જીવોને તારક એવા તીર્થની સ્થાપના કરે.
(૨) ચક્રવર્તી : પંદર કર્મભૂમિમાં જ ઉત્પન્ન થયેલ, છ ખંડ જીતે. તે ચક્ર રત્ન મેળવે. (કુલ ૧૪ રત્નો હોય) એક અવસર્પિણીના છઠ્ઠાં આરામાં બાર ચક્રવર્તી થાય. દીક્ષા ગ્રહણ કરે તો દેવલોક અથવા મોક્ષમાં જાય નહિતર નરકમાં જાય, ભવ્ય જ હોય.
(૩) વાસુદેવ : પ્રતિવાસુદેવને જીતીને ત્રણ ખંડ ભોગવીને વાસુદેવ ત્રણ ખંડના સ્વામી બને. તેને સાત રત્નો હોય અને મરીને નિયમા નરકમાં જાય. પૂર્વે નિયાણું કરીને આવે.
(૪) બળદેવ : બળદેવ વાસુદેવના મોટા ભાઈ હોય. રામ બળદેવ અને લક્ષ્મણ વાસુદેવ અને રાવણ પ્રતિ વાસુદેવ. બળદેવ બધા મોક્ષગામી જ હોય, દીક્ષા લઈ મોક્ષ પામે.
(૫) વિદ્યાધર : વિધાધર કુળમાં ઉત્પન્ન થાય વિદ્યાને ધારણ કરનાર દીક્ષા તે વિદ્યાચારણ મુનિ કહેવાય. વિદ્યાના બળે તીર્થોના દર્શન કરવા જાય. (૬) ચારણ મુનિ : ચરણ—ગમન જંઘા વડે જવા–આવવાની શકિત (લબ્ધિ) પ્રગટ થાય. તપ–ચારિત્રના બળે વિશિષ્ટ શકિત ઉત્પન્ન ચાર આંગળ પ્રમાણમાં આકાશથી અદ્ધર જંઘા મૂકવા – ઉઠાવવામાં નિપુણ હોય અથવા આકાશ ગામિની વિદ્યા વડે પણ જાય તે. (બી) અૠદ્ધિપ્રાપ્ત આર્ય નવ પ્રકારે :
ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ નવ પ્રકારે આર્ય બતાવ્યાં.
(૧) ક્ષેત્ર આર્ય : જે ક્ષેત્રોને વિષે જ્યાં તીર્થંકર પરમાત્મા વિચરે તથા તેમની પ્રરૂપેલી તારક ધર્મ પ્રવૃત્તિ હોય તેવા ક્ષેત્રોને (રપા દેશોને) આર્ય ક્ષેત્ર કહેવાય.
જીવવિચાર | ૨૦૬