________________
ઉષ્ણયોનિમાં સફેદ ઉંદરોની ઉત્પત્તિ થાય. નીલ (ગળી) થી રંગાયેલા વસ્ત્રોમાં તથા મનુષ્યોના પરસેવાના સંસર્ગથી તત્કાળ કુંથવા આદિની ઉત્પત્તિ થાય છે. ગરોળી અવયવ મિશ્રિત આહારથી પેટમાં ગરોળી ઉત્પન્ન થાય. આમ જલચર, સ્થલચર અને ખેચર (પક્ષીઓ) એ બધા જ સંમૂર્છાિમ અને ગર્ભજ બન્ને પ્રકારના હોય. જે સમૃદ્ઘિમહોય તે મન વગરના અસંણી હોય અને જે ગર્ભજ હોય તે મનવાળા હોવાથી તે સંશી કહેવાય. આમ પાંચેય તિર્યંચ પચેજિયના એટલે કે જલચર, ચતુષ્પદસ્થલચર, ઉરપરિસર્પ સ્થલચર, ભુજ પરિસર્પ સ્થલચર અને ખેચરમાં આ પાંચના સમુદ્ઘિમ અને ગર્ભજ એમ બે–બેભેદ છે. પ૪૨=૧૦ભેદ.તેદસના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બેબે ભેદ છે. માટે ૧૦xર= ૨૦ ભેદ થાય છે.
તિર્યંચ અને મનુષ્યમાં ભેદ રહે છે. દેવ- નારક સંજ્ઞી પંચેન્દ્રિય છે. દેવો શય્યામાં અને નારકો કુંભમાં ઉત્પન્ન થાય, ગર્ભજને ગર્ભમાં ઉત્પન્ન થવું પડે, નવ મહિના ત્યાં પીડા ભોગવવી જ પડે છે તે વ્યક્ત પીડા છે. આત્મા
જ્યારે પણ પુગલને ગ્રહણ કરે છે ત્યારે તેને પીડા થાય જ છે. પીડા વગર જન્મ થાય જ નહીં. માટે જ જન્મ–જરા–મૃત્યુ નિવારણાય. સ્વાહા બોલો છો, તો ત્યાં બોલી જાઓ છો પણ અર્થ કદી વિચાય છે?ધર્મનો ચોપડો કદી ખોલવો જ નથી એને ગુપ્ત રાખી દેવાનો છે. યજમહે સ્વાહા એટલે યજા, યજ્ઞ-થતાં અક્ષતની આહુતિ-મોહને જ બાળી નાખવાનો છે. જેને જન્મ લેવાનો મોહ નથી, જન્મ આપવાનો મોહનથી તે જીવન જ એવું જીવે કે જેથી તેનું નિર્વાણ થાય અને પરમાત્માની આજ્ઞા પણ એ જ છે માટે જ જયણાનો યજ્ઞ મનુષ્યભવમાં માંડવાનો છે.
મનુષ્યને ઉત્પન્ન થવાની ત્રણ ભૂમિઃ (૧) કર્મભૂમિ (૨) અકર્મભૂમિ (૩) પ૬ અન્તર્લીપ. .
કર્મભૂમિ, અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપમાંગર્ભજ અને સંમૂચ્છિમ બન્ને રીતે મનુષ્યો ઉત્પન્ન થાય છે. મળ-મૂત્ર- એંઠવાડ જે મનુષ્યની ગંદકી છે તેમાં જ આ સંમૂચ્છિમાં મનુષ્ય ઉત્પન્ન થાય. તેને ઉત્પન્ન થવાના ચૌદસ્થાનો
જીવવિચાર | ૨૦૦