________________
* મનુષ્ય ગતિ *
* સંમૂર્છિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો * ગાથા ૨૩
સવ્વ જલ-શલ-ભયરા-સમુચ્છિમા ગર્ભીયા દુહા હૂતિ કમ્મા-કમ્પંગ ભૂમિ-અંતરદીવા મણુસ્સા ય. I॥૨૩॥
સર્વ જળચર થલચરો ને, ખેચરોને જાણીએ; સંમૂર્છિમ ગર્ભજ એમ એ, બે ભેદવાળા માનીએ. કર્મભૂમિ ને અકર્મભૂમિ અંતરદ્વીપના, મનુષ્ય સઘળા ભેદ, ત્રણવાળા જ સમજો સજ્જના. ૨૩
સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના મુખ્ય ત્રણ ભેદ (૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર.
આ ત્રણે ભેદો ગર્ભજ પણે (અર્થાત્ નરમાદાના સંયોગ રૂપે) ઉત્પન્ન થાય તેમજ સંમૂમિ રૂપે અર્થાત્ નર–માદાના સંયોગ વિના જુદા જુદા દ્રવ્યોના સંયોગ થવાથી અથવા વાતાવરણના કારણે અંતર્મુહૂતમાં જ પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ રૂપે ઉત્પન્ન થઈ જાય.
ઘડામાં અમુક પ્રકારનો પાવડર નાંખી ઘડો વારંવાર હલાવવાથી તેમાં માછલા ઉત્પન્ન થાય. અમુક પ્રકારનું ચૂર્ણ પાણીમાં નાખવાથી દેડકા થાય, અમુક પ્રકારના દ્રવ્યોના સંયોજનથી દ્દષ્ટિવિષ સર્પ પણ થાય. પ્રદ્યોતન રાજાના દૂતને મારવા લોકોએ દ્રવ્યોના સંયોજનવાળા લાડવા આપ્યા, તે લાડવા વાપરવા બેસતા ત્રણ વખત અપશુકન થવાથી ખાધા વિના રાજા પાસે ગયા. રાજા પાસે રહેલા (બંદીખાનામાં) અભયકુમારને પૂછતાં તેનું રહસ્ય પ્રગટ કરવા કહેતા તે લાડવા જંગલમાં ભીંત બનાવી તેમાં બાકોરું પડાવી તેમાં તે લાડવા ફેંકાવી તેના પર પાણી છાંટતાં તેમાંથી દ્દષ્ટિવિષ સર્પ પ્રગટ થયો. તેમ સિંહાદિની પણ ઉત્પત્તિ આ રીતે દ્રવ્યોના સંયોજનથી થાય. ઈંટના નિંભાડાના અગ્નિમાં જીવવિચાર // ૧૯૯