________________
* જીવ વિચાર પ્રકરણનું પ્રયોજન *
કેવલજ્ઞાનસ્વરૂપી વીર પરમાત્માને તથા તેમની વાણીને અને પોતાના ગુરુને નમસ્કાર કરીને સૌ પ્રથમ પૂ.શાંતિસૂરિ મહારાજે જીવવિચાર પ્રકરણની રચના હું રચના કરીશ તેમ પ્રતિજ્ઞા કરી.
- જન્મ, મરણ, રોગ અને શોકાદિ દુર્ગતિ સ્વરૂપ અનાદિ અનંત ભવ સમુદ્રને સહેલાઈથી પાર પામવાનો જો કોઈ સરળ ઉપાય હોય તો તે છે એક જ છે જીવતત્ત્વનું જ્ઞાન. 1 વાદિવેતાલ ૫. શાંતિરિમહારાજજીવવિચાર પ્રકરણની રચના
શા માટે કરે છે?
પૂ.શાંતિસૂરિ મ.સા.એ સમસ્ત આગમો જોયાને રહસ્યસાર માત્ર એટલો જ મળ્યો કે જીવે જીવમય બનવાનું છે. પોતાની જાતનો નિર્ણય કરી લેવાનો છે કે હું જીવ છું, અજીવ નથી ને અજીવમય બનેલા જીવને જીવમય બનાવવો એ જ ધર્મનો સાર છે પ્રભુએ પણ આ જ કર્યું છે. સર્વાના વચનને પકડીને તેમનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું છે. મોક્ષમાર્ગની વ્યાખ્યા પણ એ જ છે કે સંસારથી મુક્તિ મેળવવાની છે અર્થાત્ જડને છોડવાનું છે. જીવમય થવું એટલે જીવતા થવું અને તેની માટે દયા ધર્મ કા મૂલ હૈ તો પોતાના જીવદ્રવ્ય પ્રત્યે જ્યારે દયાનો પરિણામ આવે કે આનંદને ભોગવવાના સ્વભાવવાળો આત્મા પીડા ભોગવી રહ્યો છે તે હકીકત માત્ર જિન જ બતાવી શકે છે. કારણ જ્ઞાનથી પૂર્ણ થયા વિના કોઈ આ વાત નહીં કરી શકે. આખું જગત પરમાં જ સુખ માને ત્યાં આપણને એમ થાય કે બધા જ કરે તે ખોટું કેમ હોય? એટલે તમારો ભ્રમ વધારે દઢ થાય. જીવનું મરણ શું? મિથ્યાત્વનો
જીવવિચાર || ૧૯