SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત કસદિર, ડોલાક, મેલવિધ, શશીદર આવા અનેક પ્રકારના સર્પ છે. આ બધા ફેણવાળા સર્પ છે. ફેણવગરના સર્પ ફેણવગરના પણ જુદાં-જુદાં સર્પો છે (મુફલીન) દિવાનમ, ગણેસા, કંસાદિયા, વઈફઆ, ચિત્તલીન, મંડલિના, ખલીન, અડિસલગી, વાસપહાડથા. (૨) અજગર તેની કાયા તોતીંગ હોય છે. તેની લંબાઈ ૨૦ફુટ થી ૪૫ ફુટ સુધીની હોય છે. અજગરની આંખમાં એક પ્રકારની આકર્ષણ શક્તિ હોય છે. એટલે તે કોઈ વૃક્ષની નીચે પડ્યો પડ્યો ઉપરની ડાળ પર રહેલા પક્ષી પર થોડી વાર મીટ માંડે તો તે પક્ષી તરફડી નીચે પડે છે અને તે એને પોતાના વિકસિત મુખમાં ગળી જાય છે. મોટાભાગે જંગલમાં ખડકવાળા ભાગમાં રહેનારા હોય છે. (૩) આસાલિક સંમૂચ્છિમહોય, મન વગરનો લવણને કાલોદધિ સમુદ્રમાં થાય. ચક્રવર્તી કે વાસુદેવના સૈન્યનો નાશ કરવા ઉત્પન થાય.ચક્રવર્તીનું સૈન્ય કેટલું?૯૬ ક્રોડપાયદળ, ૮૪લાખહાથી-ઘોડા.અંત મુહૂર્તમાં ૧રયોજનવાળો થઈ જાય તે જ્યારે મૃત્યુ પામે ત્યારે જેનો નાશ કરવાનો હોય તેની નીચે જ ઉત્પન્ન થાય. ચક્રવર્તીની છાવણીની નીચે ઉત્પન્ન થાય. ગામ, નગર, ખેતર વગેરેનો નાશ કરે છે. તે મરી જાય ત્યારે ખાડો પડે છે ને આખા સૈન્યનો નાશ થઈ જાય. આવું કર્મ કઈ રીતે બંધાયું? ચક્રવર્તીના સૈન્યનો નાશ કરનારો થાઉં ત્યારે તેને આવો અનુબંધ પડે. કોણિકે પૂર્વે શ્રેણિકને મારવાનું નિયાણું કર્યું છે હવે ભાવ બચાવવાનો છે છતાં પણ બચાવી ન શક્યો ને મરણમાં નિમિત્ત બન્યો. શ્રેણિકને નરકનું નિકાચિત આયુષ્યહોવાથી તેને મોહના પરિણામના કારણે આપઘાતનો વિચાર આવ્યો પણ અનશન કરવાનું મન ન થયું. કોઈનું અહિત ચિંતવ્યું કે આપણું અહિત તરત જ થઈ ગયું, ચિત્તની પ્રસન્નતા ગઈ. કોઈનું અહિત સર્જવાથી તેનું અહિત થાય કે ન થાય પણ પોતાના જીવવિચાર | ૧૮૮
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy