________________
વધે છે. માત્ર ત્યાગમાં તપનથી પણ વૃત્તિના ત્યાગમાં તપ છે. સાધુએ તો અગુરુલઘુના પરિણામમાં રહેવાનું છે તો સમતાટકે પોતે મોટો તપસી છે અને એ નાનો છે એ મોટાઈ લાગી એટલે નાનાપર તિરસ્કારનો ભાવ આવ્યો એટલે તપ દ્વારા માન કષાય તૂટવાને બદલે વૃદ્ધિ પામ્યો. તપ એને અનર્થનું કારણ બન્યું. સાધુ જીવનમાં એ જ ધ્યાન રાખવાનું છે કે હું નાનો પણ નથીને મોટો પણ નથી. સ્વરૂપને લક્ષમાં રાખવાનું છે. પોતાને નાનો માને તો હીનતા આવે ને મોટો માને તો માન આવે. તેથી સ્થાવરકાય જીવોને જોઈને બહુમાનનો ભાવ કરવાનો છે. સત્તાએ દરેક જીવ સિદ્ધ છે. (c) ઉગ્ર વિષ સર્ષ આખા શરીરમાં વિષ હોય. પૂર્વના કાળમાં રૂપાળી નાની કન્યાને જરા જરાઝેર આપવામાં આવે તે પછી આખી ઝેરથી વ્યાપ્ત બની જાય અને તે જેને આલિંગન કરે તે મરી જાય. આવું કર્મ ક્યારે બંધાય? આખું શરીર જ્યારે વિષયોથી વ્યાપ્ત બને. વિષયોની તીવ્રતા - આસક્તિ -લોલુપતા એટલી હોય કે જે બાધક બને તેને સહન ન કરી શકે, તેના પ્રત્યે આત્મા ક્રોધી બની જાય અને અનુબંધ પડે. જેને જગતના માન-સન્માન ન ગમે, સાતા અનુકૂળતા ન ગમે તેને જ આત્માના ગુણો ગમે. એક મ્યાનમાં બે તલવાર કદી ન રહી શકે. મોહને છોડવું એનું નામ જ મોક્ષ, તો જ ગુરૂ પ્રગટે તેને પછી પુગલના ગુણો ન ગમે. (D) ત્વચાવિષસર્પ આખા શરીરમાં માત્ર ચામડીમાં વિષહોય, બીજેન હોય. (E) ઉચ્છવાસ વિષ સર્ષઃ શ્વાસોશ્વાસમાં ઝેર હોય. જેમ શ્વાસ-શ્વાસે પરમાત્માનું નામ સ્મરણ કરવાથી ઝેર ઊતરે તેમ સંસારને શ્વાસોશ્વાસમાં વણી લીધો હોય તીવ્ર આસક્તિ પેદા થઈ હોય તેના શ્વાસોશ્વાસમાં ઝેર વ્યાપે.
) ધાણસર્ષ સુંઘવા માત્રથી ઝેર ચડી જાય. આપણે સુગંધને સુખરૂપ માનીને સુંઘવાનો પ્રયત્ન કર્યો તો આત્માને તરત જ પીડા આપવાધારા માર્યો. આત્માના મરણ પર આપણે મિજબાની ઊડાવીએ છીએ.
જીવવિચાર // ૧૮૭