________________
કરે અને દેવલોકમાં જાય. માછલામાં રસનેન્દ્રિયની આસક્તિ વધારે. બીજા જીવોને ખાવા માટે વનસ્પતિ વગેરે મળે છે પણ માછલાને માંસ સિવાયખાવાનું બીજુંનથીને માંસ એ મહાવિગઈકહી છે તેની આસક્તિ દ્વારા તે મરીને નરકમાં જાય છે. જીભમાં રસ ને સ્પર્શ બે વસ્તુ છે. કોમળ વસ્તુ વધુ ગમે છે, માંસ કોમળ છે, માંસથી શરીર પુષ્ટ બને છે ને શીતલતા પાણી દ્વારા મળે છે એટલે રસ અને સ્પર્શ બને દ્વારા માછલાનાં ભવ મળે ને વળી પાછા ત્યાં આ રસસ્પર્શને ભોગવે છે.
- આત્મામાં જો નિર્વેદ, અનુકંપા નહોય તો આત્મા-આત્મા સાથે રહી ન શકે, પણ શરીર સાથે શરીર સુખ ભોગવવા રહેવાનો ભાવ આવે, પણ સમ્યગ્દર્શનનો પરિણામ હોવાથી સતત શરીરાદિમાં સાક્ષીભાવે રખાવે. કાયાદિકનો સાનીધર રહો. નવતત્ત્વના અભ્યાસ વિના શરીરાદિનો ભેદ સમજાતો નથી, તો છલાંગ મારીને સીધો સાક્ષીભાવ આવે ક્યાંથી? સમકિતનો પરિણામ ન હોય તો પીડા-પીડા રૂપ લાગતી જ નથી. ગાથા : ૨૦
જલયર, થલયર, ખયરા, તિવિહા પંચિંદિયા તિરિફખાય સુસમાર મચ્છ, કચ્છવ, ગાહા ય મગરાય જલચારી.૨૦
ત્રિવિધ પચેન્દ્રિય તિર્યંચો જ, જળ–થળ–ખેચરા; ઝુંડ માછલાને કાચબા, સુસુમાર, મગરો જલચરા. ૨૦ તિય પદયના ત્રણ ભેદઃ જલચર, થલચર અને ખેચર.
જલચરઃ જન્મ પાણીમાં થાયને રહે પાણી કે જમીન પર રહેલા ઘણાં સર્પો એવાં છે જેનો જન્મ પાણીમાં થાય પછી જમીન પર આવે એ જ રીતે દેડકા, મગરમચ્છ, કાચબા વગેરે પણ પાણી અને જમીન પર રહે છે.
સુસુમાર: એ વહેલ જાતિનો મત્સય. આ મત્સયો સમુદ્રી ગાય, સમુદ્રી પાડા કે સમુદ્રી હાથી તરીકે પણ અતિ પ્રસિદ્ધ છે. તે સમુદ્રમાં રહેનારા શાકાહારી મત્સયોતરીકે વધુ પ્રખ્યાત છે. તેઓ મનુષ્યો સાથે
જીવવિચાર // ૧૮૦