________________
'
યાને
જીવવિચાર સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો ટૂંકો માર્ગ (શોર્ટ વે)
* ગ્રંથકર્તાનો પરિચય કત વાદિવેતાલ પૂ. શાન્તિસૂરિ મહારાજ ગ્રંથકર્તાશ્રી વાદિવેતાલ ૫. શાન્તિસૂરિ મહારાજનો ટકો પરિચય
જન્મ રાધનપુર (ઉણ) ગામે–પિતાઃ ધનદેવ, માતા ધનશ્રી, તેમને ભીમનામે પુત્ર. તે વખતે પાટણમાં થારાપદ્ધ ગચ્છાધિપતિ વિજયસિંહસૂરિ નામે ચૈત્યવાસી આચાર્યવિદ્યમાન હતાં. તેઓ એકવખત ઉણ ગામે પધાર્યા. ભીમને અનેક લક્ષણો યુક્ત જોઈને માતા-પિતા પાસે તેની યાચના કરી. માતા-પિતાએ તેમને પુત્ર અર્પણ કર્યો અને ભીમે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ ભીમમાંથી મુનિ શાંતિભદ્ર પડ્યું અને તેમણે સૂત્ર-સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોષ, જ્યોતિષ, મંત્ર શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો. આગળ જતાંઆચાર્યપદ પ્રદાન થયું અને ત્યારે પૂ. શાન્તિસૂરિજી નામસ્થાપન થયું. પૂ. ગુરુ વિજયસિંહસૂરિ આચાર્ય ભગવંતનું સ્વર્ગ ગમન થતા ગચ્છનો ભાર વહન કરવાનો તેમના શિરે આવ્યો.
જીવવિચાર // ૧૭