________________
D ચરિન્દ્રય જીવો D
ચઉરિદિયાય વિચ્છ કુિણ, ભમરા ય ભમરિયા તિડા, મયિ ડંસા મસગા, કંસારી કવિલ ડોલાઈ. ૧૮ વીછીં, બગાઈ, ભમરી, ભમરા, તીડ, માંખી, ડાંસ ને, કરોળીયા, ખડમાંકડી, કંસારી, મચ્છર, જંતુ ને; ભણકૃત્તિકા, ઢિંઢણ, પતંગાદિક, ચઉરિન્દ્રિય છે. નારકી, તિર્યંચ, માનવ, દેવ, પંચેન્દ્રિય છે. ૧૮ ચઉરિંદ્રિય જીવોનું સ્વરૂપ :
ગાથા – ૧૮
જે જીવો ચક્ષુ ઈન્દ્રિયની પ્રધાનતાવાળા છે. અર્થાત્ જે જીવોને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય તથા ચક્ષુરિન્દ્રિયની પ્રાપ્તિ થઈ છે.
વીંછી : પૂંછડે આવેલ કાંટા વડે ડંખ મારનાર (પાંદડા, છાણના ઢગલામાં કેજળમાં ઉત્પન્ન થાય) વીંછી ડંખ મારવાના અઁભાવવાળા છે. તેના ડંખમાં ઝેર રહેલું છે ને શરીરમાં વ્યાપી જવાથી ડંખવાળાનું મૃત્યુ થાય. જે જીવો પૂર્વે બીજાને મારવાના વૈરઝેરની તીવ્ર ભાવનાપૂર્વક મૃત્યુ પામે તેઓને પ્રાયઃ આવા ભવોની પ્રાપ્તિ થાય.
કિંપુણ : બગાઈ. ઢોર પર બેસતી માખી. આ બગાઈને પાંખ હોતી નથી. આ જંતુ પંચેન્દ્રિય જીવોના લોહીનો આહાર કરે છે.
વીંછી
ઢિંકુણ
જીવવિચાર // ૧૩૫