________________
પિપીલિ : કીડી તૈઇન્દ્રિય જીવોમાં સૌથી વધારે વિકસિત છે. વૈજ્ઞાનિકોએ તેની ૮ હજાર જાતિની શોધ કરી છે. આફ્રિકા, ઉત્તર ઓસ્ટ્રેલિયાના ઘટાટોપ જંગલોમાં કીડીઓની વસાહતો જોવા મળે. કીડીઓ લાળો દ્રારા ઉત્પન્ન રેશમના સુંદર તાંતણા દ્વારા હજારો પાંદડાઓને, ડાળીઓને બાંધી આકાશી વસાહત ઊભી કરે. કીડીઓ અને ઉધઈ મળીને પૃથ્વીની સપાટી પરની માટીને ઉથલાવે છે. વનસ્પતિને દૂર દૂર ફેલાવે છે. કીડીઓ નાના જીવોના કલેવરને આરોગી જાય છે અને તે રીતે પર્યાવરણ શુદ્ધ કરે છે. કીડીઓ એકલી રહેતી નથી. તેમાં પરિગ્રહ સંજ્ઞા વિશેષ હોય છે. ઉત્તર આફ્રિકામાં એક કીડીની જાત ૬ દિવસ જીવે તે દરમ્યાન પોતાના વજનથી ૧૫ થી ૨૦ ગણા વજનનો ખોરાક પોતાની વસાહતમાં ભેગો કરે.
ઉદ્દેહિયા : ઉધઈ: ઉધઈ લાકડા, કાગળ કોરી ખાય.
ભંકોડા : મંકોડા ગોળાદિ દ્રવ્યમાં ચોંટી જાય, વરસાદની ગરમીમાં કાળા રંગના પ્રગટ થાય.
ઇલિય : ઇયળ. ઈયળ ધાન્યમાં ઉત્પન્ન થાય તે. ગોળ વગેરેમાં પણ અતિ કોમળ શરીરવાળી સફેદ ઉત્પન્ન થાય.
પિપીલિઆ
रेन
મંકોડા
ઈલિય
ઉદેહિયા
ઇયળમાં કોણ ઉત્પન્ન થાય !
દૂતમાં અતિ રાગવાળી દૂતની પાંચ પત્ની ઇયળ તરીકે ઉત્પન્ન થઈ. દૂત રાજાના કામે મહિનાઓ માટે પરદેશ માટે જાય છે. ત્યારે પાંચે પત્ની સ્નેહથી એક–એક લાડવો તેને અર્પણ કરે છે. વળાવવા માટે તેની પાંચે પત્નીઓ જીવવિચાર // ૧૩૨