________________
બાદર અગ્નિકાય જીવોથી અસંખ્ય ગુણ અધિક છે તથા અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવોથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ રાશિ અને તે અપર્યાપ્ત બાદર અગ્નિકાયની સંખ્યાથી અસંખ્ય ગુણ અધિક છે.
વનસ્પતિમાં જીવપણાની સિદ્ધિ શાસ્ત્રમાં બતાવેલ છે. सचेतनास्तरवः सर्व त्वगपहरणे मरणात् गर्दभवत् ।
સચેતન વૃક્ષો તેની છાલ ઉખેડી નાંખવાથી તે તરત મૃત્યુ પામે. જેમ મનુષ્ય કે ગધેડાદિ પશુઓની પણ ચામડી ઉતારવામાં આવે અથવા ચામડીના છિદ્રો સંપૂર્ણ પૂરવામાં આવે તો અવશ્ય મરણ પામે કારણ કે છિદ્રોમાંથી શ્વાસોચ્છ્વાસ અને લોમાહાર મળતો બંધ થયો તેથી તે મૃત્યુ પામે. આહારથી સચેતનવાળો જીવ વૃદ્ધિને પામે અને આહાર, શ્વાસોચ્છ્વાસ વિના મૃત્યુ પામે. આચારાંગ શાસ્ત્રમાં બતાવેલા વનસ્પતિકાયના વિશેષ લક્ષણો
વનસ્પતિકાયમાં કર્મોનો ઉદય તથા કષાય, લેશ્યા, સંજ્ઞા, શ્વાસોચ્છ્વાસ, યોગ, ઉપયોગ, અધ્યવસાય, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, થીણદ્ધિ નિદ્રા વિગેરે હોય છે.
વનસ્પતિકાયમાં જણાતી સંજ્ઞાઓ :
ઃ
આહારસંશા ઃ વૃક્ષના મૂળિયા જલાહાર તથા ખાતરાદિને આહારરૂપે ગ્રહણ કરી વૃદ્ધિ પામે છે, ખાતરાદિ આહાર ન મળતાં કરમાઈ જાય છે. તેમજ સ્પર્શનેન્દ્રિય રૂપ છિદ્રો વડે પણ વૃક્ષ લોમાહાર અને શ્વાસોચ્છ્વાસ ગ્રહણ કરે છે. જો ઝાડની છાલ ઉતારી નાખવામાં આવે તો તે તરત કરમાઈજાય–મૃત્યુ પામે. માટે વનસ્પતિને અચિત્ત કરવા માટે બે મુખ્ય નિયમ ફળોમાંથી છાલ અને બી જુદા કર્યા બાદ બે ઘડી પછી તે અચિત્ત તરીકે ગણાય. ખંધક મુનિએ ૧૨ા કરોડ વર્ષ પૂર્વે મનુષ્ય ભવમાં કોઠીંબડાની છાલ ઉતારીને તેના આનંદ—અનુમોદન વડે નિકાચિત કર્મ બાંધ્યું હતું તે મુનિપણામાં ઉદયમાં આવ્યું. સાધના દ્વારા કર્મોના અનુબંધો તોડી નાખ્યાં. આત્મા પર કરેલી કરુણા અને શરીર પર કરેલી કઠોરતાના કારણે છાલ ઉતારવાના કર્મને નિર્જરા માટે બનાવ્યું. જીવવિચાર // ૧૧૭