________________
प्रवचन फरमाते हुए पूज्यश्री, सुरेन्द्रनगर, दि. २६-३-२०
દ્વિતીય જેઠ વદ ૧૩ ૧૧-૦૭-૧૯૯૯, શનિવાર
પૂ. ઉપા. યશોવિજયજી “લઘુ હરિભદ્ર' કહેવાયા છે. વર્તમાનકાળના તમામ ગ્રંથોનું અવલોકન કર્યું, એટલું જ નહિ, એના રહસ્ય સુધી પણ તેઓ પહોંચ્યા હતા.
ગ્રંથ દ્વારા આજે ૩૫૦ વર્ષ પછી પણ આપણે તે મહાપુરુષોને મળી શકીએ છીએ. સાક્ષાત મહાપુરુષ પણ મળી જાય તોય તેઓ આપણને કહે કે ન કહે, એ પ્રશ્ન છે. પણ ગ્રંથો... અવશ્ય કહે, “જો આપણી પાસે “કાન” હોય તો...
“જિનહી પાયા તિનહી છિપાયા.” આમ મહાપુરુષો કાંઈ કહે નહિ, પણ ગ્રંથમાં અનાયાસપણે જ કહેવાઈ જાય છે.
- કોઈપણ મા સિદ્ધાચલ જઈએ, પણ દાદાના દરબારે બધા જ એક ! કોઈપણ યોગ (ભક્તિ, જ્ઞાન, કર્મ કે બીજા કોઈ)થી સાધના કરો, આત્માનુભવના દરબારમાં બધા જ એક !
'विभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥'
- જ્ઞાનસાર, મધ્યસ્થતાષ્ટક.
કહે
૧
*
*
*
*
*
*
*
*
*
–
*
૨૧